સુપ્રીમ કોર્ટની અવમાનનાનાં દોષી ઠરેલા વરિષ્ઠ વકીલ અને કાર્યકર્તા પ્રશાંત ભૂષણ પર કોર્ટે એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભૂષણને 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ ભરવો પડશે. જો તેઓ તેમ નહીં કરે તો તેઓને ત્રણ મહિનાની કેદની સજા થશે અને તેઓ ત્રણ મહિના સુધી કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં.
પ્રશાંત ભૂષણને 14 ઓગસ્ટનાં રોજ અદાલતનાં અવમાનનાનાં દોષી જાહેર કરાયા હતા. કોર્ટે તેમની સજા પર 20 ઓગસ્ટનાં રોજ સુનાવણી કરી હતી અને તેમને માફી પર ફેરવિચારણા કરવા જણાવ્યું હતું. અગાઉ પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેમણે સુપ્રીમ કોર્ટમાં જે કહ્યું હતું તે તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને સકારાત્મક ટીકાને ધ્યાનમાં રાખીને ન્યાયિક તંત્રનું સારું કામ કરવા માટે કરવામાં આવ્યું છે.
Supreme Court imposes a fine of Re 1 fine on Prashant Bhushan. In case of default, he will be barred from practising for 3 years & will be imprisoned of 3 months https://t.co/0lMbqiizBb
— ANI (@ANI) August 31, 2020
અદાલતે જ્યારે પ્રશાંત ભૂષણને માફી માંગવા કહ્યું ત્યારે તેમણે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને ટાંકીને નિવેદન આપ્યું હતું કે, તેમને દરેક સજા મંજૂર છે અને કોર્ટ તરફથી તેમને કોઈ માફી અથવા દયાની અપેક્ષા નથી. પ્રશાંત ભૂષણ બીજું એવું જ નિવેદન બહાર પાડીને ફરી માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. જેના વિશે કોર્ટે 25 ઓગસ્ટનાં રોજની અંતિમ સુનાવણીમાં કહ્યું હતું કે, બીજી વખત તેમના દ્વારા દાખલ કરેલા એફિડેવિટ વધુ અપમાનજનક છે. જસ્ટીસ મિશ્રાએ ટિપ્પણી કરી હતી કે તેઓ આ સમગ્ર ઘટનાક્રમથી ઘણા દુઃખી છે.
આ પણ વાંચો – ભાગેડુ વિજય માલ્યા માટે સુપ્રીમ કોર્ટથી આવ્યા ખરાબ સમાચાર, જાણો તેની કઇ અરજી ફગાવી
આ વચ્ચે, પ્રશાંત ભૂષણે અવમાનનાની સજા મોકૂફ કરવાની માંગ પણ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. વળી એટર્ની જનરલ તુષાર મહેતાએ પણ પ્રશાંત ભૂષણને સજા ન આપવાની વકાલત કરતા રહ્યા હતા. સુનાવણીનાં અંતિમ દિવસે જ્યારે કોર્ટે સિનિયર એડવોકેટ રાજીવ ધવનને પૂછ્યું કે, શું પ્રશાંત ભૂષણને સજા આપવી જોઇએ, ત્યારે ધવને કહ્યું હતું કે, થોડા સમય માટે ભૂષણને કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની રોક લગાવવામાં આવી શકે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, સજા મેળ્યા બાદ પ્રશાંત ભૂષણને શહીદનો દરજ્જો મળી જશે, જે તેઓ પોતે પણ ઇચ્છતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
