દિલ્હીનાં સરાઈ રોહિલ્લા વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગને પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી મળી શકી નથી. તાજા માહિતી અનુસાર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ લિબર્ટી સિનેમા નજીક આવેલા સરાઈ રોહિલ્લાની ઝૂંપડપટ્ટીમાં લાગી છે.
આ અગાઉ ગઈકાલે દિલ્હીનાં પટપડગંજ વિસ્તારમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગ પટપડગંજ ઔદ્યોગિક વિસ્તારમાં લાગી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 32 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
Delhi: Fire breaks out in slums in Sarai Rohilla, near Liberty Cinema. Four fire tenders at the spot.
— ANI (@ANI) January 10, 2020
તાજેતરમાં વડા પ્રધાનનાં સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ નજીક એસપીજીનાં રિસેપ્શનમાં આગ લાગી હતી. આગ વડા પ્રધાનની નજીક સ્થિત એસપીજીનાં રિસેપ્શનમાં યુપીએસની બેટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણકારી વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આપી હતી. પીએમઓએ કહ્યું હતું કે, આગની ઘટના ગંભીર નથી, પરંતુ સુરક્ષા તરીકે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
