Not Set/ આસામનાં પૂર્વ CM ની તબિયત બગડી, કોરોનાનાં કારણે હોસ્પિટલમાં છે દાખલ

  આસામનાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની તબિયત અચાનક કથળી ગઈ છે. હોસ્પિટલમાં દાખલ તરૂણ ગોગાઈની સારવાર ચાલી રહી છે. તેમને કોરોના ચેપ લાગ્યાં બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે. સોમવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે તેમની તબિયત લથડી હતી. આસામનાં આરોગ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી […]

Uncategorized
 

આસામનાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની તબિયત અચાનક કથળી ગઈ છે. હોસ્પિટલમાં દાખલ તરૂણ ગોગાઈની સારવાર ચાલી રહી છે. તેમને કોરોના ચેપ લાગ્યાં બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે. સોમવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે તેમની તબિયત લથડી હતી.

આસામનાં આરોગ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જીએમસીએચ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મળ્યા બાદ તરૂણ ગોગોઈને દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી. તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું હતુ. આસામ સરકારે શેર કરેલી માહિતી અનુસાર, ગોગોઈનાં શરીરમાં 88 ટકા સુધી ઓક્સિજનનું સેચુરેશન સ્તર ઘટ્યું છે.

ડોકટરોની ટીમે તુરંત જ 1 યુનિટ પ્લાઝ્માની સાથે-સાથે 2 લીટર ઓક્સિજનની સપ્લાય તેમના શરીરમાં આપી છે. હવે તેમના શરીરમાં ઓક્સિજનનું સેચુરેશન સ્તર 96 થી 97 ટકા સુધી પહોંચી ગયું છે. આપને જણાવી દઈએ કે તરુણ ગોગોઈને કોરોનાથી ચેપ લાગ્યો છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગોગોઇએ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે પોતે ટ્વીટ કરી કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.