Not Set/ માર્ચ મહિનામાં તમારું મનોરંજન કરશે આ ફિલ્મસ

મુંબઇ, માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફિલ્મ લુકા છિપી રજૂ થઈ ચૂકી છે આમ તો આ મહિનામાં નિર્દેશકો ફિલ્મ રજૂ કરતા ખચકાટ અનુભવે છે કારણ કે પરીક્ષાના માહોલમાં લોકો ફિલ્મ જોવાનું ઓછું પસંદ  કરે છે. જોકે ઓછું બજેટ ધરાવતા નિર્દેશકો માટે આ મહિનો આશીર્વાદરૂપ છે. આ મહિનામાં દર્શકોનું મનોરંજન કરવા માટે જે ફિલ્મસ આવી રહી છે […]

Uncategorized Entertainment

મુંબઇ,

માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફિલ્મ લુકા છિપી રજૂ થઈ ચૂકી છે આમ તો આ મહિનામાં નિર્દેશકો ફિલ્મ રજૂ કરતા ખચકાટ અનુભવે છે કારણ કે પરીક્ષાના માહોલમાં લોકો ફિલ્મ જોવાનું ઓછું પસંદ  કરે છે. જોકે ઓછું બજેટ ધરાવતા નિર્દેશકો માટે આ મહિનો આશીર્વાદરૂપ છે. આ મહિનામાં દર્શકોનું મનોરંજન કરવા માટે જે ફિલ્મસ આવી રહી છે જે આ પ્રમાણે છે. આ વખતે માર્ચમાં એવી ફિલ્મો આવી રહી છે જેણે ઉત્સુકતા ઉભી કરી છે.

1 માર્ચ

સોન ચિડિયા અને લુકા છિપી કાર્તિકની લુકા છિપી પસંદગી પામી છે તો સુશાંત સિંહની સોન ચિડિયા પણ રજૂ થઈ ચૂકી છે. 

Image result for Sonchiriya

8 માર્ચ

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ જેવા દમદાર કલાકારોને રજૂ કરતી બદલા ફિલ્મ રજૂ થશે.  સ્પેનિશ ફિલ્મની હિંદી રિમેક છે. તેનું  ટ્રેલર ઘણું જ ઉત્સુકતા પ્રેરક હતું. તો હોલિવૂડ ફિલ્મ કેપટ માર્વલ ઉપરાંત બોલિવૂડ ફિલ્મ બલેકબોર્ડ પણ રજૂ થશે.

Image result for Badla 2019

15 માર્ચ

લંચબોકસ જેવી હિટ ફિલ્મ આપનારા  નિર્દેશક આ દિવસે ફોટોગ્રાફ ફિલ્મ લઇને આવી રહ્યા છે તો મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર , તિગ્માંશું ધૂલિયાની મિલન ટોકિઝ પણ આ જ દિવસે રજૂ થઈ રહી છે.

Image result for mere pyare prime minister fotografer

21 માર્ચ

હોળી ધૂળેટીની રજાનો લાભ લેતા કરણ જોહરના બેનરની કેસરી તેમજ ઓછા બજેટની ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા પણ રીલીજ થઈ રહી છે.

Image result for mard ko dard nahi hota film karan johar

29 માર્ચ

સલમાન ખાન દ્વારા નિર્મિત નોટબુક ફિલ્મ રજૂ થશે. જેમાં વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

Image result for notebook salman khan