Not Set/ ઓસ્ટ્રેલિયાના કિક્રેટરએ બોલિવૂડની હિન્દી ફિલ્મ ‘અન ઈન્ડિયન’માંં અભિનય કર્યો

ઓસ્ટ્રેલિયાની ટીમનો આ ફાસ્ટ બૉલર ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ ક્રિકેટ જગતમાં ક્યારેય કોઈ તેનું નામ ભૂલી શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લી મલ્ટિ ટેલેન્ટેડ પર્સન છે. બ્રેટ લીને ક્રિકેટ સિવાય સંગીતનો પણ એટલો જ શોખ છે. બ્રેટ લી 18 વર્ષનો હતો ત્યારે તે પહેલી વાર ભારત આવ્યો હતો.બ્રેટ લીએ પોતાના ક્રિકેટ […]

Entertainment

ઓસ્ટ્રેલિયાની ટીમનો આ ફાસ્ટ બૉલર ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ ક્રિકેટ જગતમાં ક્યારેય કોઈ તેનું નામ ભૂલી શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લી મલ્ટિ ટેલેન્ટેડ પર્સન છે. બ્રેટ લીને ક્રિકેટ સિવાય સંગીતનો પણ એટલો જ શોખ છે. બ્રેટ લી 18 વર્ષનો હતો ત્યારે તે પહેલી વાર ભારત આવ્યો હતો.બ્રેટ લીએ પોતાના ક્રિકેટ કેરિયરની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 1999થી કરી હતી. બ્રેટ લીએ પોતાના ક્રિકેટ કેરિયર દરમ્યાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે.બ્રેટ લીને હિન્દી ભાષામાં બોલવું પણ ખૂબ ગમે છે. બ્રેટ લીએ 2006માં આશા ભોંસલેની સાથે એક ગીત ગાયું હતું. જે લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. થોડા સમય પહેલા જ બ્રેટ લીએ બોલિવૂડની હિન્દી ફિલ્મ ‘અન ઈન્ડિયન’ માં પણ તનિષ્ઠા ચેટર્જી સાથે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન બ્રેટ લીએ કહ્યું હતું કે, ‘ભારતમાં વડીલોને માન આપવાની રીત મને ખૂબ ગમે છે. હું પણ દુનિયાના ગમે તે ખૂણામાં હોઉં પણ મારી મમ્મી સાથે વાત કરતો જ હોઉં છું.’