મુંબઈ
મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષયએ તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ મદાલસા સાથે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન 7 જુલાઈએ કરવાનું નક્કી થયું હતું. પરંતુ બળાત્કારના કેસમાં ફસાયા હોવાથી લગ્ન થોડા દિવસ પછી કરવામાં આવ્યા હતા.
મહાઅક્ષય અને મદાલસાના લગ્ન અને રિસેપ્શન પાર્ટીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે, જેમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ કપલના લગ્ન અને મહેંદી ફંક્શનની વીડિયો સામે આવ્યા છે.
મિમોહ અને મદાલસાના ફેરાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બંને હસતા હસતા ફેરા ફરતા જોવા મળી રહ્યા છે. ત્યાં હાજર બધા મહેમાનો તેમના લગ્ન વિધિને એનજોય કરી રહ્યા છે.
જુઓ વિડીયો
https://instagram.com/p/BlFkZW8A7XV/?utm_source=ig_embed
https://instagram.com/p/BlIb7sZnUnd/?utm_source=ig_embed
https://instagram.com/p/BlIRPcllVQx/?utm_source=ig_embed
https://instagram.com/p/BlIOthFFXIa/?utm_source=ig_embed
મદાલસાની મહેંદીના ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વિડીયોમાં, મદાલસા તેની માતા શીલા શર્મા સાથે પોઝ આપતી દેખાય છે. માતા-પુત્રીનો એકબીજા વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો છે. મદાલસા ગોલ્ડન ક્રોપ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે.
મદાલસાના લગ્ન સમયે લાલ અને નારંગી રંગની ચોલી પહેરી હતી. બીજી બાજુ, મિમોહએ ગોલ્ડન રંગ અચકન કૂર્તો પહેર્યો હતો.
