રણવીર સિંહના લગ્ન પછીની પ્રથમ ફિલ્મ સિંબાનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મ ૨૮ ડીસેમ્બરના રોજ રીલીઝ થશે.
ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર તમને યુટ્યુબ પર જોઈ શકશો.ટ્રેલરમાં રણવીર સિંહને જોરદાર એન્ટ્રી બતાવવામાં આવી છે. સિંબા ફિલ્મમાં રણવીર સિંહ પોલીસના રોલમાં છે.
આ ફિલ્મની છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષની રણવીર સિંહની આ બીજી ફિલ્મ હશે.માત્ર રણવીર સિંહ જ નહિ પરંતુ સારા અલી ખાનની એક્ટિંગ પણ જોરદાર છે.

ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે સ્ટોરીમાં રેપના કિસ્સાઓને આવરી લેવામાં આવ્યા હોય અને રેપના આરોપીને સજા આપતો પણ રણવીર સિંહ દેખાઈ રહ્યો છે.
ફિલ્મના ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં એક્શન, મસાલા, ડ્રામા અને રોમાન્સ હશે.
અજય દેવગણનો પણ આ ફિલ્મમાં કેમિયો રોલ છે. ટ્રેલરમાં તે સૌથી છેલ્લે આવીને લોકોને ચોંકાવી દે છે.
