સુરતમાં પોલીસે એક સોસાયટીમાં દરોડા પાડીને જુગાર રમતા હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લગભગ એક કરોડની રકમ કબજે કરી છે. જુગાર રમતા પકડાયેલા તમામ લોકો હિરાકોબારથી જોડાયેલા છે.
પોલીસે જણાવ્યું હતું કે સુમુલ ડેરી વિસ્તારની સરદાનગર સોસાયટીમાં જુગાર રમવાની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસ ટીમે મોડી રાત્રે સરદારનગર સોસાયટીના બંગલા પર દરોડો પાડ્યા હતા.
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન જુગારીઓ વચ્ચે નાસભાગ મચી ગઈ હતી. જો કે, બધા પકડાયા હતા. પોલીસે જણાવ્યું કે 9 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બધા હિરા વ્યવસાય સાથે સંબંધિત છે. પોલીસે જણાવ્યું હતું કે જુગારીઓએ પાસેથી 5.85 લાખ રોકડા, 11 મોબાઇલ, વાહનો અને રૂ 82.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.