Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસ રોજ તોડી રહ્યા છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 40 લાખને પાર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,432 નવા કેસ નોંધાયા છે. આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ બાદ ચેપગ્રસ્તની કુલ સંખ્યા 40 લાખને વટાવી દેતા 40,23,179 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, […]

Uncategorized

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 40 લાખને પાર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,432 નવા કેસ નોંધાયા છે. આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ બાદ ચેપગ્રસ્તની કુલ સંખ્યા 40 લાખને વટાવી દેતા 40,23,179 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 1089 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ કોરોના વાયરસને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા 69,561 પર પહોંચી ગઈ છે. ભારતમાં હાલમાં 8,46,395 કેસ સક્રિય છે. જેઓ ઘરે આઇસોલેશનમાં અથવા હોસ્પિટલમાં છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે.

વળી કોરોના વાયરસથી રિકવર થતા દર્દીઓની સંખ્યા પણ 31 લાખનાં આંકડાને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 70,072 દર્દીઓ કોરોના નેગેટિવ જાહેર કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં, કુલ 31,07,223 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને રિકવર થઈ શક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.