Not Set/ આ કારણે ઘટી શકે છે તમારા iPhone ની કિંમત

મુંબઈ, 12 સપ્ટેમ્બરના રોજ એપલ કંપનીએ એક ઇવેન્ટ રાખી છે જેમાં આઈફોન સાથે બીજી કંપનીઓ પણ પોતાના નવા પ્રોડક્ટ્સને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમ્યાન ટ્રેડ કંપનીઓએ ખરીદકારોને  આઈફોન બાબતે ચેતવણી આપવાની શરુ કરી દીધી છે.  રીપોર્ટના જણાવ્યા પ્રમાણે ટ્રેડ કંપનીઓએ ખરીદકારોને અત્યારથી જ જુના આઈફોન વેચી દેવાની સલાહ આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે […]

Uncategorized

મુંબઈ,

12 સપ્ટેમ્બરના રોજ એપલ કંપનીએ એક ઇવેન્ટ રાખી છે જેમાં આઈફોન સાથે બીજી કંપનીઓ પણ પોતાના નવા પ્રોડક્ટ્સને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમ્યાન ટ્રેડ કંપનીઓએ ખરીદકારોને  આઈફોન બાબતે ચેતવણી આપવાની શરુ કરી દીધી છે.  રીપોર્ટના જણાવ્યા પ્રમાણે ટ્રેડ કંપનીઓએ ખરીદકારોને અત્યારથી જ જુના આઈફોન વેચી દેવાની સલાહ આપી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે iPhone 8 ની કિંમત ૮ ટકા જેટલી ઘટી જશે. નવા આઇફોનના લોન્ચ થયા બાદ તેની કિંમત વધારે ૬ ટકા સુધી ઘટે તેવી સંભાવના છે. આશરે ૧૦ ટકા જેટલી કિંમત આઈફોનની ઘટી શકે છે.

મોબાઈલ રીસાયકલીંગ કંપનીએ આઈફોનના  અભ્યાસ બાદ કહ્યું છે કે છેલ્લા ૬ જનરેશનના આઈફોનની કિમત ઝડપથી ઘટી રહી છે.  માર્કેટમાં નવું મોડલ આવવાથી જુના મોડલની કિંમતમાં ઘટાડો થઇ જાય છે. રીપોર્ટ મુજબ નવા આઈફોનના લોન્ચ થયાના ૧૦ દિવસ પછી જ જુના આઈફોનની કિંમત ૪૫૦૦ રૂપિયા જેટલી ઓછી થઇ જાય છે.

આ દરમ્યાન બીજી કંપની દ્વારા નવા આઈફોનના કેટલાક ફોટા લીક કરવામાં આવ્યા છે પરંતુ આ ફોટા અસલી છે તેનું કોઈ પ્રમાણ આપવામાં આવ્યું નથી.

iPhone XS કંપની આ વખતે ફોન ત્રણ કલરની વેરાયટીમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ વખતે કંપની આઈફોન બ્લુ કલરમાં લોન્ચ કરી શકે છે.

iPhone Xના આ નવા મોડલમાં A સીરીઝ પ્રોસેસર, ૫૧૨ GB મેમરી આપવામાં આવશે. ઉપરાંત ફોનની ડિસ્પ્લે ૬.૫ ઇંચ જેટલી હશે જો કે તેના સ્પેસીફીકેશન iPhone X જેવા જ રહેશે.