કોરોના સંકટમાં હોટલ કંપની ઓયો ઈન્ડિયાએ તેના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઇએ કે, Oyo એ મર્યાદિત લાભો સાથે રજા પર મોકલવામાં આવેલા કર્મચારીઓની સામે પોતે કંપનીથી અલગ થવા અથવા છ મહિના માટે રજાઓને વધુ સ્થળાંતર કરવાની દરખાસ્ત કરી છે.
Oyo નાં કર્મચારીઓને સંબોધન કરતા અધિકારી રોહિત કપૂરે કહ્યું, “અમે જાણીએ છીએ કે તમને રોકી રાખવા પડકારજનક છે.” પરંતુ આ એક એવી સ્થિતિને કારણે થયું છે જે ન તો તમારા નિયંત્રણમાં છે અને ન અમારા. તમે કંપનીથી પોતાની ઇચ્છાથી દૂર થઈ શકો છો અથવા છ મહિના માટે અને 28 ફેબ્રુઆરી 2021 સુધી મર્યાદિત ફાયદા સાથે અલગ થઇ શકો છો.”
કપૂરે કહ્યું કે, આદર્શ સ્થિતિમાં Oyo ક્યારેય આવું ન કરતા. અમે જાણીએ છીએ કે તમે અમારી પાસેથી ઘણી અપેક્ષા રાખી હતી, પરંતુ અમે આ માટે દિલગીર છીએ. અમે હાલમાં એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું આદર્શથી બહુ દૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
