Not Set/ કંગનાને લઈ શિવસેનાના આ MLAએ આપ્યું વિવાદિત નિવેદન, અભિનેત્રીની તુલના કરી દાઉદ સાથે

અભિનેત્રી કંગના રનૌત દ્વારા મુંબઇ પર આપવામાં આવેલા નિવેદનને લઈ મહારાષ્ટ્રમાં સિયાસી ઘમાસાણ યથાવત છે. આ મામલે રાષ્ટ્રસભાના સાંસદ સંજય રાવતના વિવાદો બાદ હવે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે કંગના પર હુમલો બોલવાની ચક્કરમાં કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના મોનસુન સત્ર દરમિયાન કંગના સામે લેખિત ફરિયાદ આપીને દંડનાત્મ કાર્યવાહી કરવાની માંગ કરી છે.  શિવસેનાના […]

Uncategorized

અભિનેત્રી કંગના રનૌત દ્વારા મુંબઇ પર આપવામાં આવેલા નિવેદનને લઈ મહારાષ્ટ્રમાં સિયાસી ઘમાસાણ યથાવત છે. આ મામલે રાષ્ટ્રસભાના સાંસદ સંજય રાવતના વિવાદો બાદ હવે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે કંગના પર હુમલો બોલવાની ચક્કરમાં કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના મોનસુન સત્ર દરમિયાન કંગના સામે લેખિત ફરિયાદ આપીને દંડનાત્મ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

શિવસેનાના આ MLAએ પોતાના ફરિયાદ પત્રમાં લખ્યું કે, કંગના મહારાષ્ટ્ર અને મુંબઈની તુલના POK સાથે કરીને મહારાષ્ટ્રના શહીદોનું અપમાન કર્યું છે અને મુંબઈ પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે તેઓએ કંગના પર મોટી કાર્યવાહીની માંગ કરી છે.

આ ઉપરાંત કંગનાને આપવામાં આવેલી સુરક્ષા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું, મોદી સરકારે દાઉદ ઇબ્રાહિમને પણ સુરક્ષા આપી શકે છે, જયારે કોઈ દાઉદની સામે બોલી દે છે. કેન્દ્ર સરકારને દેશનાએ એ રાજ્યો વિશે દેખાતું નથી, જ્યાં મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, પરંતુ કંગના ઉપર કેન્દ્ર સરકાર વિશેષ ધ્યાન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.