સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં આજે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ રિયા ચક્રવર્તીની ત્રણ દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી છે. રિયાની એનડીસીપી એક્ટની કલમ 8 સી, 20 બી, 27 એ અને 29 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જો આ કેસોમાં રિયા દોષી સાબિત થાય તો?
આટલા વર્ષની થઇ શકે છે સજા
રિયાની જે કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેમાં ગાંજો રાખવો-ખરીદવો, પ્રતિબંધિત દવાઓ ખરીદવી, ડ્રગ્સનું સેવન કરવું વગેરે શામેલ છે. આ કેસમાં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.
રવિવારે તેણી એનસીબી સમક્ષ પ્રથમ વખત હાજર થઈ હતી અને છ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે ફરીથી તેની પાસે ઓછામાં ઓછી બે એનસીબી ટીમો દ્વારા આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ 19 કલાકની પૂછપરછ બાદ એનસીબીએ મંગળવારે બપોરે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.
સોમવારે વહેલી તકે પોતે નિર્દોષ હોવાનો દાવો કરનારી આ અભિનેત્રીએ પૂછપરછ કર્યા બાદ બાંદ્રા પોલીસમાં ગઈ હતી અને સુશાંતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ બનાવટી મેડિકલ પેપર મોકલવાના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી.
5 સપ્ટેમ્બરના રોજ, રિયાના ભાઈ શૈવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સેમુઅલ મીરાંડા, તેના ઘર સહાયક દિપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી હતી અને 9 સપ્ટેમ્બર (બુધવાર) સુધી એનસીબી કસ્ટડીમાં મોકલવામાં અવાય હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
