Not Set/ અમદાવાદની આ ત્રણ હોસ્પિટલનાં 60 જેટલા ડૉક્ટર્સનો કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારીથી દર્દીઓની સારવાર કરતા ડોક્ટર પણ બચી શક્યા નથી. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુ.તંત્ર દ્વારા ડૉક્ટરોનું માસ સ્ક્રીનિગ કરવામાં આવ્યુ છે.  અમદાવાદ શહેરની એસ.વી.પી હોસ્પિટલ, શારદા તેમજ એલ.જી હોસ્પિટલનાં ડોકટર્સનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણેય હોસ્પિટલમાંથી 60 જેટલા ડોકટર્સનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારીથી દર્દીઓની સારવાર કરતા ડોક્ટર પણ બચી શક્યા નથી. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુ.તંત્ર દ્વારા ડૉક્ટરોનું માસ સ્ક્રીનિગ કરવામાં આવ્યુ છે. 

અમદાવાદ શહેરની એસ.વી.પી હોસ્પિટલ, શારદા તેમજ એલ.જી હોસ્પિટલનાં ડોકટર્સનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણેય હોસ્પિટલમાંથી 60 જેટલા ડોકટર્સનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા તબીબી આલમમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. સૌથી વધુ 24 ડોકટર્સ એસ.વી.પી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસથી માસ સ્ક્રીનીગ હાથ ધરવામાં આવ્યું હતું. પોઝિટિવ આવેલ ડોક્ટર્સમાં રેસિડેન્ટ તેમજ કસલટન્ટ ડોક્ટર્સનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં ડોક્ટર્સનાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એ વધુ રિપોર્ટ કરવાનું માંડી વાળ્યું હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.