Not Set/ હત્યાને વાહન અકસ્માતમાં ખપાવવાની કોશિશ, આ રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો રાજપારડી પોલીસે

રાજપારડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. એ -૧૧ ૧૯૯ પ ૭૨૦૦૪૧૯ / ૨૦૨૦ ઇપીકો કલમ ૨૭૯ , ૩૦૪ ( અ ) તથા એમ.વી. એકટ કલમ -૧૭૭ , ૧૮૪ , ૧૮૭ Rw , ૧૩૪ મુજબના કામના ફરીયાદી શ્રી દિનેશભાઇ બિજલભાઇ વસાવા રહે.સરસાડ નાઓની ફરીયાદના કામે તારીખ- ૦૪ / ૦૭ / ર ૦ ર૦ ના રોજ અકસ્માતનો ગુનો નોંધાયેલ […]

Gujarat Others

રાજપારડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. એ -૧૧ ૧૯૯ પ ૭૨૦૦૪૧૯ / ૨૦૨૦ ઇપીકો કલમ ૨૭૯ , ૩૦૪ ( અ ) તથા એમ.વી. એકટ કલમ -૧૭૭ , ૧૮૪ , ૧૮૭ Rw , ૧૩૪ મુજબના કામના ફરીયાદી શ્રી દિનેશભાઇ બિજલભાઇ વસાવા રહે.સરસાડ નાઓની ફરીયાદના કામે તારીખ- ૦૪ / ૦૭ / ર ૦ ર૦ ના રોજ અકસ્માતનો ગુનો નોંધાયેલ હતો . જેની વધુ તપાસ પી એસ આઈ જયદિપસિંહ જાદવ સંભાળી રહેલ છે , સદર ગુનાની તપાસ દરમ્યાન એવું જણાય આવેલ કે , આ કામના ફરીયાદી દિનેશભાઈ બિજલભાઇ વસાવા નાઓને છેલ્લા પાંચ થી છ વર્ષથી આ કામના આરોપી અશોકભાઇ ઉર્ફે વિષણુ જિતુભાઈ વસાવા નાઓની પત્ની સાથે પ્રેમ સબંઘ હતો જેની જાણ આ કામના આરોપીને થઈ જતા આ કામના કુરીયાદી તથા આ કામના આરોપી વચ્ચે અગાઉ ઘણી વખત બોલાચાલી ઝઘડો ઘયેલો તદઉપરાંત આ કામના આરોપીએ અગાઉ આ કામના ફરીયાદી ઉપર બે – ત્રણ વખત મારૂતીવાન તથા છોટા હાથી ટેમ્પાથી જાણી જોઇને અકસ્માત કરી મારી નાંખવાની કોશીષ કરેલ હતી પરંતુ ફરીયાદીએ સમય સુચકતા વાપરી બચી ગયેલ હતો .

તા .૦૪ / ૦૭ / ૨૦૨૦ ના રોજ ઉપરોક્ત ગુનાના ફરીયાદી દિનેશભાઇ બિજલભાઇ વસાવા તેમની નાની દિકરી દેવિકાબેન તથા તેમની માતા વનિતાબેન નાઓ સાથે પોતાની પ્લેન્ડર મોટર સાયકલ નં- GJ – 16 – BH – 4659 લઈને રાજપારડી થી તેઓના ગામ સરસાડ ખાતે પરત જતા હતા દરમ્યાન આ કામના આરોપી અશોકભાઇ ઉર્ફે વિષ્ણુ જિતુભાઈ વસાવા નાએ ફરીયાદીને મોટર સાઇકલ ઉપર જતા જોયેલ હોય પોતાના કબજામાની મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન નંબર- GJ – 06 – AV – 5019 થી ફરીયાદીની મોટર સાઇકલનો પિછો કરી રાજપારડી સુધી આવેલ પરંતુ રાજપારડીમા ફરીયાદી જણાયેલ ન હોય સાર સા ગામના નાળા પાસે તેની રાહ જોઈ ઉભો હતો અને થોડીવાર પછી આ કામનો ફરીયાદ પોતાની મોટર સાઇકલ લઇને ત્યાંથી પસાર હતો ત્યારે તેની પાછળ આ કામના આરોપીએ પોતાનું વાહન લઇ પીછો કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાના ઇરાદે ફરીયાદીની મોટર સાયકલ સાથે જાણી જોઇને પાછળની સાઇડેથી ઘડાકાભેર અથાડતા ફરીયાદીની મોટર સાયકલ પાછળ બેસેલ ફરીયાદની માતા વનિતાબેન / c બીજલભાઇ વસાવા નાઓનું સ્થળ ઉપર ધડથી માથુ અલગ થઇ જતા મોત નિપજેલ તથા ફરીયાદી તથા તેમની દિકરીને શરીરે ઓછીવત્તી ઇજાઓ થયેલ હતી .

આ ગુનાની તપાસ ખુબ જ ખંત અને ધગશથી કરી કડીઓ મેળવતા આ કામના આરોપી અશોકભાઇ ઉર્ફે વિષ્ણુ જિતુભાઈ વસાવા નાઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડેલો અને ઉપરોક્ત ગુનો અગાઉની રીસ અદાવત રાખી જાણીબુજીને કરેલ હોવાની કબુલાત કરેલ હતી જેથી અકસ્માતના ગુનાની આડમાં ખૂન કરનાર આરોપીને પકડી પાડી રાજપારડી પોલીસે કાયદેસ ની કાર્યવાહી હાથ ધરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews