ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો આજકાલ આપણા જીવનમાં ઘણો ઉપયોગ થાય છે. તેમા ઘણી એવી સુવિધાઓ છે જે યુઝર્સને ઘણો ફાયદો કરે છે. પરંતુ અહી એક સૌથી વધુ ઉપયોગી થતુ ફીચર છે WhatsApp deleted messages.
હજી સુધી કોઈ એવા ફીચર સામે આવ્યા નથી, જેમા વોટ્સએપનાં ડિલિટ થયેલા મેસેજને રિકવર કરી શકાય અને જાણી શકાય કે તે કયા મેસેજ હતા જે ચેટમાં ડિલિટ કરી દેવામાં આવ્યા હતા. અમે તમને તે રસ્તો બતાવીશું, જેના દ્વારા તમે વોટ્સએપનાં ડિલીટ કરેલા મેસેજી વાંચી શકશો. આ માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનુ નામ WhatsRemoved + છે.
આ વિગતને ફોલો કરો
- તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી WhatsRemoved + એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી, એપ્લિકેશન થોડી એક્સેસ માટે પૂછશે અને તેને મંજૂરી આપો.
- પરવાનગી આપ્યા પછી, ફરીથી એપ્લિકેશન ખોલો.
- આ પછી, એપ્લિકેશન તમને પુછશે કે તમે જે નોટિફિકેશનને સેવ કરવા અથવા એપ માં થયેલા ફેરફારને ચેક કરવા માંગો છો તે એપની પસંદગી કરો.
- તમને વોટ્સએપની સૂચિ મળશે, તેમાંથી વોટ્સએપ પસંદ કરો.
- પછી Allow ટેપ કરો અને Yes, Save Files ને સિલેક્ટ કરો. આ કર્યા પછી, તમારી એપ્લિકેશન સેટિંગ્સ પૂર્ણ થઈ જશે અને તમે તેનો ઉપયોગ કરવા માટે તૈયાર થઇ જશો.
- હવે વોટ્સએપ પર આવતી તમામ નોટિફિકેશનની સાથે જે મેસેજીસ ડિલીટ થઈ જશે, તે મેસેજ પણ અહીં સેવ થઈ જશે.
- ડિલિટ મેસેજને જોવા માટે, તમારે ફક્ત આ એપ્લિકેશન ખોલીને વોટ્સએપ પસંદ કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
