સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ અને જામનગર જીલ્લામાં કોરોનાનાં કહેરથી રાજ્યતંત્ર પણ ફફડાટ અનુભવી રહ્યું હોય તેવુ ત્યારે પ્રતિત થઇ રહ્યું છે જ્યારે રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવના ફરી રાજકોટમાં ધામા જોવામાં આવી રહ્યા છે. બીલકુલ સાચુ સમજી રહ્યા છો આપ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ ફરી એક વખત ગઈકાલે રાજકોટ પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજના ડીન સાથે સહિતનાં અધિકારીઓ સાથે તાકીદે મુલાકાત કરી હતી.
આપણ વાંચો : કોરોનાનાં કારણે મહારાષ્ટ્રની માઠી, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી..શું પાછુ ફરી રહ્યું છે લોકડાઉન..?
રાજકોટમાં કોરોના વોરિયર્સ જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોવાનું અને આ પ્રમાણ અપ્રમાણસર રીતે વઘી જવાનું જોવામાં આવી રહ્યું છે. રાજકોટનાં સાંસદ, કલેક્ટર, અધિક્સક કલેક્ટર, મેયર અને 2 MLA અનેક ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સહિત તમામ સરકારી કચેરીના મોટા ભાગના અધિકારીથી માંડીને કર્મચારી કોરોના ગ્રસ્ત થયા છે અને માટે જ આજે જયંતિ રવિ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
