સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ગઇ કાલે મેચ રમાઈ હતી, જેમા આરસીબી એ 10 રને જીત મેળવી લીધી હતી. 5 વિકેટ પડ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને અભિષેક શર્માએ ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક રન આઉટે સમગ્ર મેચને ખતમ કરી દીધી હતી.
આ રન આઉટ એકદમ ખતરનાક સાબિત થયુ હતું, કારણ કે બંને બેટ્સમેનોની એકબીજા સાથે ટક્કર થઇ હતી. જેના કારણે આરસીબીને રન આઉટ કરવાની તક મળી હતી. અભિષેક શર્મા રન આઉટ થયો હતો અને રાશિદ ખાન ઘણા સમય સુધી જમીન પર ઘાયલ અવસ્થામાં સુઇ રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.રાશિદ ખાને આવતા જ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે પ્રથમ બોલ પર ચોક્કો ફટકારીને વિરોધ પક્ષ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
અભિષેક શર્મા પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ બન્ને રનોની ચોરીમાં એક બીજાને અથડાઇ ગયા હતા. બોલ તે સમયે ઉમેશ યાદવનાં હાથમાં હતો. તેણે તુરંત જ તેને વિકેટકીપર જોશ ફિલિપ તરફ ફેંકી દીધો અને તે સરળતાથી રન આઉટ કરી દીધો. રાશિદ ખાન લગભગ 5 મિનિટ સુધી પીચ પર પડ્યો રહ્યો હતો. મેદાન પર ફીઝિયો આવ્યા અને રાશિદને ઉભો કર્યો. રાશિદ ખાને ફરી બેટિંગ શરૂ કરી. પરંતુ અભિષેકની વિકેટ પડી ગયા બાદ હૈદરાબાદ બેકફૂટ પર આવી ગયું હતું અને આરસીબીનાં બોલરોનો દબદબો વધી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
