Not Set/ IPL 12, CSK vs MI : ચેન્નઇની કમાન સંભાળવામાં રૈના રહ્યા ફેઇલ, ધોની વિના ઉતરેલી ટીમને મુંબઇ સામે મળી હાર

ચેન્નઇ, મહેન્દ્ર સિંહ ધોની વિના પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સને મુંબઇ ઇંડિયંસે 46 રનોથી હરાવ્યુ છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ટૉસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇંડિયંસની ટીમ 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 155 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સ 17.4 ઓવરમાં માત્ર 109 રન બનાવી […]

Uncategorized

ચેન્નઇ,

મહેન્દ્ર સિંહ ધોની વિના પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સને મુંબઇ ઇંડિયંસે 46 રનોથી હરાવ્યુ છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ટૉસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇંડિયંસની ટીમ 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 155 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સ 17.4 ઓવરમાં માત્ર 109 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તમને જણાવી દઇએ કે આ મેચમાં ધોની વિના ઉતરેલી ટીમનાં કેપ્ટન સુરેશ રૈના હતા.

ચેન્નઇ સુપર કિંગ્સની સામે જીત બાદ મુંબઇ ઇંડિયંસની ટીમ પોઇંટ ટેબલ પર બીજા નંબર પર આવી ગઇ છે. જ્યારે હાર મેળવ્યા બાદ પણ ચેન્નઇ સુપર કિંગ્સએ નંબર વનનું સ્થાન બનાવી રાખ્યુ છે. ચેન્નઇની ટીમની પોતાના હોમ ગ્રાઉંડમાં આ પહેલી હાર છે. આ પહેલા ચેન્નઇએ પોતાના ઘરમાં કુલ પાંચ મેચ રમા છે જેમા તેણે જીત મેળવી હતી. તમને જણાવી દઇએ કે, પહેલા બેટિંગ કરવા ઉતરી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા અને ચેન્નઇ સુપરકિંગ્સને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નઇ સુપરકિંગ્સે 17.4 ઓવરમાં 109 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ મેચમાં મુંબઇ ઇંડિયંસનાં કેપ્ટન રોહિત શર્માએ આઇપીએલ સીઝન 12ની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. રોહિતે 48 બોલ પર 6 ચોક્કા અને 3 છક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા.

આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇની ટીમે 9 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. માત્ર 34 રન પર ચેન્નઇની ટીમ ત્રણ વિકેટ ગુમાવી ચુકી હતી. આ સીઝનની પહેલી મેચ રમી રહેલા મુરલી વિજય પણ પોતાની ટીમ માટે કોઇ ખાસ કમાલ ન કરી શક્યા અને માત્ર 38 રન પર તે આઉટ થઇ ગયા હતા.