સુરતમાં 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સની સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ડ્રગ્સ ડિલીવરી આપવા માટે આવ્યો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ સુરત પોલીસને બાતમી મળી હતી કે એક યુવક ડુમસ વિસ્તારમાં ડ્રગ્સ પહોંચાડવા માટે આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરી હતી. તે કોઈને ડ્રગ્સ પહોંચાડવા આવ્યો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.
ગયા અઠવાડિયે પણ ઉધનાની ખડોદરા પોલીસે 1 લાખની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં ડ્રગ્સની મોટા પ્રમાણમાં મુંબઇથી દાણચોરી કરવામાં આવી રહી છે. એક અઠવાડિયા પહેલા જ પોલીસે અમદાવાદથી એક પીએસઆઈ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.
થોડા દિવસો પહેલા, 12 સપ્ટેમ્બરના રોજ પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસના ટોલ પ્લાઝા પાસેથી એક કરોડની એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. મુંબઈના ડોંગરીના કહેવાતા ડ્રગ્સના ડીલર આફાક અહેમદ ઉર્ફે અફાક બાવાને મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર કોલ્હાપુર જિલ્લાના એક વિશેષ યુનિટની મદદથી પોલીસે પકડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
