Not Set/ ભાજપ-કોંગ્રેસ ઝગડે અને અધિકારીઓ ભાગબટાઈ કરે : કોંગ્રેસ ધારાસભ્ય  બાબુભાઇ

  આજે ગૃહમાં ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવાનું વિધેયક બહુમતીથી પાસ થયું છે. રાજ્યમાં બેફામ બનેલા ગુંડાઓ, સાઇબર ક્રાઇમ, બળાત્કાળ જેવા ગંભીર ગુન્હોઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ ડામવા આ વિધેયક વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. વિધેયક પાસ થયા બાદ કાયદો વઘારે મજબૂત થશે. તેમજ પાસા હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ બિલ અંગે કોંગ્રેસ દ્વારા […]

Uncategorized
 

આજે ગૃહમાં ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવાનું વિધેયક બહુમતીથી પાસ થયું છે. રાજ્યમાં બેફામ બનેલા ગુંડાઓ, સાઇબર ક્રાઇમ, બળાત્કાળ જેવા ગંભીર ગુન્હોઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ ડામવા આ વિધેયક વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. વિધેયક પાસ થયા બાદ કાયદો વઘારે મજબૂત થશે. તેમજ પાસા હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ બિલ અંગે કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા સંબંધિત બિલ અંગે ગૃહમાં રજૂઆત  કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, કાયદા મજબૂત બનાવા કરતા પોલીસ અધિકારીઓથી પ્રજાને બચાવવા જરૂર છે. પોલીસ અધિકારીઓની મનમાનીથી પ્રજાને બચાવવાની જરૂર છે. લોકઅપમાં માર નહી ખાવાના પૈસા ચૂકવવા પડે છે. જેવો ગ્રાહક એવા પૈસા પોલીસ અધિકારીઓ વસૂલે છે. ભાજપ-કોંગ્રેસ ઝગડે અને અધિકારીઓ ભાગબટાઈ કરે તેવા પણ બાબુ વાજા  દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

નોધનીય છે કે, આજ રોજ ગૃમાં આ અંગે  ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ કડકમાં કડક કાયદો બનાવ્યો, જે વિધાનસભામાં મંજૂરી મળી છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કોંગ્રેસ આડે હાથ લઇ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજમાં ગુંડાઓ બેફામ હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ ગુંડાઓને આશ્રય આપતા હતા. એટલા માટે કોંગ્રેસ ગુંડાઓ માટે કોઇ કડક કાયદા બનાવ્યા નથી. જ્યારે ભાજપા આવા બેફામ ગુંડાઓને છોડવા માંગતી નથી. એટલે કડકમાં કડક કાયદા બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….