Not Set/ રાજકોટ ડેરીમાં આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ તેજ, સખિયાનાં સવાલ સામે રાણપરિયાનાં જવાબ…

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘનામાં હાલ આરોપ-પ્રતિઆરોપનો સીલસીલો જોવામા આવી રહ્યો છે. સ્થાનિક કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા દ્વારા રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન સામે ડેરીમાં ભરતી મામલે આરોપ કરવામાં આવ્યા તો રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા આ આરોપોનું ખંડન કરી પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી સ્થાનિક કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાને જવાબ આપવામાં આવ્યાની સાથે સાથે દિલીપ સખિયા પર ગંભીર પ્રતિઆરોપો […]

Gujarat Rajkot

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘનામાં હાલ આરોપ-પ્રતિઆરોપનો સીલસીલો જોવામા આવી રહ્યો છે. સ્થાનિક કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા દ્વારા રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન સામે ડેરીમાં ભરતી મામલે આરોપ કરવામાં આવ્યા તો રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા આ આરોપોનું ખંડન કરી પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી સ્થાનિક કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાને જવાબ આપવામાં આવ્યાની સાથે સાથે દિલીપ સખિયા પર ગંભીર પ્રતિઆરોપો પણ કરવામાં આવ્યા છે. 

રાજકોટ ડેરી પર આક્ષેપ મુદ્દે ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા જવાબ આપતા જણાવવામાં આવ્યું કે, ડેરી પર લગાવેલા આરોપો પાયા વિહોણા છે. કિશાન સંઘના 7 મુદ્દાના આક્ષેપો સામે રાજકોટ ડેરીનાં ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા.  રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું કે, કોઇ પણ ડેરીના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી થતી. અને સૌરાષ્ટ્રની બાકી ડેરીઓ કરતાં 40 રૂપિયા જેટલો ભાવ પણ અમારા દ્વારા વધુ ચૂકવાય છે. 

ભરતી મામલે કરવામા આવેલા આક્ષેપોનાં જવાબમાં રાણપરિયાએ જણાવ્યું કે, ડેરીમાં એક જ ગામના 28 લોકોની ભરતીનો આક્ષેપ પણ ખોટો અને પાયા વિહોણો છે. મારા ચેરમેન રહ્યાનાં ગાળા દરમિયાન માત્ર 8 લોકોની ભરતી થઈ છે. અને ડેરીમાં જે કોઈ પણ ગામના લોકો રોજમદાર તરીકે આવી તે આવી શકે છે. દિલીપ સખિયનાં ગામના ડેરીમાં 11 લોકો કાયમી નોકરી પામેલા છે. 

રાણપરિયા દ્વારા પ્રતિઆરોપો કરતા સ્થાનિક કિસાન સંઘના પ્રમુખ પર આરોપ લાગાવવામાં આવ્યો છે કે, દિલીપ સખિયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલા છે. દિલીપ સખીયા સામે ગંભીર ગુનાઓ હોવાનો પણ રાણપરિયા દ્રારા આરોપ મુકવામાં આવ્યો છે. રાણપરિયા દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું કે, દિલીપ સખીયાનાં તાર નેપાળ સુધી જોડાયેલા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews