Not Set/ અનિલ અંબાણીએ યુકે કોર્ટમાં કહ્યું – ‘દાગીના વેચીને ભરી લિગલ ફી’

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ ત્રણ ચીની બેંકો પાસેથી લોન કેસમાં તેમની સંપત્તિ વિશે મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે અનિલ અંબાણીએ યુકે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ નોંધપાત્ર સંપત્તિ નથી. તે સાદગીભર્યું જીવન જીવે છે, માત્ર એક કાર ચલાવે છે અને કોર્ટ કેસ લડવાની ફી ચૂકવવા માટે તેના ઘરેણાં વેચી દીધા છે. તેમણે કહ્યું […]

Uncategorized

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ ત્રણ ચીની બેંકો પાસેથી લોન કેસમાં તેમની સંપત્તિ વિશે મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે અનિલ અંબાણીએ યુકે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ નોંધપાત્ર સંપત્તિ નથી. તે સાદગીભર્યું જીવન જીવે છે, માત્ર એક કાર ચલાવે છે અને કોર્ટ કેસ લડવાની ફી ચૂકવવા માટે તેના ઘરેણાં વેચી દીધા છે.

તેમણે કહ્યું કે જાન્યુઆરીથી જૂન 2020ની વચ્ચે તેણે તેમના તમામ ઘરેણા માટે 9.9 કરોડ રૂપિયા મેળવ્યા છે અને હવે તેની પાસે કંઈપણ નથી. જ્યારે તેમને લક્ઝરી ગાડીઓનો કાફલા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: આ ફક્ત મીડિયામાં ઉપજાવી કાઢેલી વાતો છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. હાલમાં, હું એક કારનો ઉપયોગ કરું છું.

ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે 3 ચાઈના બેંક પાસેથી 700 મિલિયન ડોલરથી પણ વધારેની લોન લીધી હતી. તેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી.  કંપની દેવાદાર  બની છે ત્યારે બેંકોએ વ્યાજની સાથે રકમ ચૂકવવા માટે કેસ કર્યો છે. લોન માંગનારામાં ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કર્મશિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાનો સમાવેશ થાય છે. 

 22 મે, 2020ના રોજ યુકેની હાઇકોર્ટે અંબાણીને 12 જૂન, 2020 સુધીમાં ત્રણ ચીની બેંકોને કાયદાકીય ખર્ચ પેટે રૂ. 5,281 કરોડ અને બાકી રહેતું 7 કરોડનું દેવું ચૂકવવા આદેશ આપ્યો હતો. જોકે અનિલ અંબાણી દ્વારા આ રકમ ચૂકવવામાં આવી ન હતી. તે પછી 15 જૂને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિ.ના નેતૃત્વ હેઠળની ચાઇનીઝ બેંકોએ તેમની સંપત્તિ અંગેના જાહેરનામું માંગ્યું.

તેમાંથી એફિડેવિટમાં જણાવવાનું પણ કહેવામાં આવ્યું હતું કે તે સંપત્તિઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો છે અથવા તે સંયુક્ત રીતે તેમાંથી કોઈપણ માટે હકદાર છે. અહીં, ત્રણ ચીની બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અંબાણીની વિરુદ્ધ અન્ય તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.