આઈપીએલની 8 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. કેકેઆરને અહીં જીતવા માટે 143 રનનો સરળ લક્ષ્ય મળ્યો હતો, જેને બે ઓવર પહેલા જ કોલકતા મેળવી લીધો હતો.
કોલકતા તરફથી શુભમન ગિલે અણનમ 70 અને ઇઓન મોર્ગને અણનમ 38 રન બનાવ્યા હતા. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરનાં ક્વોટામાં 4 વિકેટે 142 રન બનાવ્યા હતા, જે મજબૂત સ્કોરથી ખૂબ પાછળ રહી ગયો હતો. ટીમમાં વોર્નર અને બેયરસ્ટ્રો જેવા બેટ્સમેન હોવા છતા સારો સ્કોર ઉભો કરવામાં હૈદરાબાદ અસફળ રહ્યુ. હૈદરાબાદની આ મેચની બધી આશાઓ ઓપનર અને કેપ્ટન ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટ્રો પર હતી, પરંતુ બંને મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
