સુશાંત સિંહ રાજપૂત કેસમાં ટિપ્પણી કરનાર ફરીદાબાદના યુટ્યુબર સાહિબ ચૌધરીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં સાહિલ ચૌધરીને મુક્ત કરવાની માંગ થઈ રહી છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ સાહિલ ચૌધરીના સમર્થનમાં આવી છે.
કંગનાએ દિગ્દર્શક અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી સાહિલને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને આ મામલે મહારાષ્ટ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા છે. એક ટ્વીટને રિટ્વીટ કરીને તેણે લખ્યું કે મુંબઈમાં શું આ ગુંડારાજ ચાલે છે? વિશ્વના સૌથી અયોગ્ય મુખ્ય પ્રધાન અને તેમની ટીમને કોઈ પૂછશે નહીં? તેઓ અમારું શું કરશે? આપણું ઘર તોડશે અને મારી નાખશે? શું આ માટે કોંગ્રેસ પક્ષ જવાબદાર છે?
Somebody random files a FIR against Saahil for questioning Maha Government’s work which is his democratic right and Shaahil is jailed immediately but #PayalGhosh has filed a FIR against #AnuragKashyap many days ago for rape but he is roaming free. Kya hai yeh sab @INCIndia ? https://t.co/B2S7VhlQDB
— Kangana Ranaut (@KanganaTeam) September 29, 2020
પછીનાં ટ્વીટમાં કંગનાએ અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી હતી કે જ્યારે મહારાષ્ટ્ર સરકારની કામગીરી અંગે સવાલ કરવામાં આવે ત્યારે કોઈએ અચાનક સાહિલ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો, જે લોકશાહી અધિકાર છે અને સાહિલને તુરંત જ જેલ મોકલી દેવામાં આવે છે. પરંતુ પાયલ ઘોષે ઘણા દિવસો પહેલા અનુરાગ કશ્યપ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો પરંતુ તે આરામથી ફરતો રહે છે. શું છે આ બધી કોંગ્રેસ પાર્ટી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
