બોલીવુડની એક અભિનેત્રીના જાતીય શોષણ અને દુર્વ્યવહાર બદલ મુંબઈ પોલીસે ડિરેક્ટર અનુરાગ કશ્યપને સમન્સ જારી કર્યું છે. અનુરાગ કશ્યપને આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બોલાવવામાં આવ્યો છે. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતાને કાલે સવારે 11 વાગ્યે વર્સોવા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ માટે મુંબઈ પોલીસે અનુરાગને સમન્સ પણ જારી કર્યું છે. આપને જણાવી દઈએ કે પાયલ એક દિવસ પહેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને આવી હતી. પાયલે રાજ્યપાલને ન્યાય માટે અપીલ પણ કરી હતી.
Mumbai Police summons film director Anurag Kashyap (in file photo) asking him to appear at Versova Police station tomorrow at 11 am, in connection with the alleged sexual assault against actor Payal Ghosh. pic.twitter.com/JLnlgO6Pzb
— ANI (@ANI) September 30, 2020
પાયલના સમર્થનમાં ધરણા પર બેસવાનો વિચાર
અગાઉ, રામદાસ આઠાવલે પાયલને ટેકો આપવાની ખાતરી આપી હતી અને તેના સમર્થનમાં ધરણા પર જવાની ઓફર પણ કરી હતી. આઠાવલેએ કહ્યું, “મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપની ધરપકડ કરે, નહીં તો અમે જલ્દી જ ધરણા પર બેસીશું.” મંત્રીનો ટેકો મળ્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેમનો આભાર માન્યો.
અનુરાગ કશ્યપ સામે નોંધાઈ એફઆઈઆર
અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે ગયા અઠવાડિયે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં કશ્યપ પરના આરોપોમાં બળાત્કાર, ખોટા ઈરાદે રોકવા અને મહિલાનું અપમાન કરવાનો સમાવેશ છે. એવો આરોપ છે કે 2014 માં તેની પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અનુરાગે તેની ઉપર લાગેલા આરોપોને નકારી દીધા છે.
એફઆઇઆરમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, ગેર વર્તન, ખોટા ઈરાદે રોકવા અને મહિલાનું અપમાન કરવા પર આઈપીસી હેઠળ યુ/ એસ 376 (1), 354, 341, 342 સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
