Not Set/ KXIP vs MI/ મુંબઈ સામે પંજાબની ટીમ પસ્ત, MI એ મેળવી 48 રને જીત

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 13 મી મેચમાં ગુરુવારે મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 48 રનથી હરાવ્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 70 અને પોલાર્ડે 47 રન બનાવ્યા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે પંજાબને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં કેએલ રાહુલની ટીમ માત્ર 143 રન જ […]

Uncategorized
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 13 મી મેચમાં ગુરુવારે મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 48 રનથી હરાવ્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 70 અને પોલાર્ડે 47 રન બનાવ્યા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે પંજાબને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં કેએલ રાહુલની ટીમ માત્ર 143 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી નિકોલસ પુરને 44 અને મયંક અગ્રવાલે 25 રન બનાવ્યાન હતા.

અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લી ત્રણ ઓવરમાં 62 રનનો ઉમેરો કર્યો હતો. તેમજ ટીમે છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા હતા. જોકે, મુંબઇ ઇન્ડિયન્સની 192 રનનાં પહાડ જેવા સ્કોરની શરૂઆત નબળી હતી. ઓપનર ક્વિન્ટન ડિકોક પ્રથમ ઓવરમાં જ આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ પણ રન આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. પ્રારંભિક આંચકા બાદ રોહિત શર્મા અને ઇશાન કિશને થોડી ઇનિંગ્સ સંભાળી, પરંતુ ત્યારબાદ ઇશાન કિશન આઉટ થયો. રોહિત શર્માએ 70 રન બનાવીને ટીમને એક સારા સ્કોર તરફ લઇ ગયો હતો.

આપને જણાવી દઇએ કે, મુંબઈની ટીમ તરફથી કિરોન પોલાર્ડે 20 બોલમાં 47 રનની અણનમ ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા સાથે તેણે છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ પણ સાબિત થયો. આ ઇનિંગ્સ માટે પોલાર્ડને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.