મુંબઈ
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને લઈને સતત ચર્ચા છવાયેલી છે કે તેઓ સંજય લીલા ભણસાલીના સાથે ફરી એકવાર કામ કરતા નજરે પડશે. પરંતુ હવે લાગે છે સલમાને એ વાતથી નારાજગી છે કે ભણસાલી તેમનો ફોન રીસીવ કરી રહ્યા નથી.
આપને જણાવી દઈએ કે પહેલા પણ ન્યુઝ મળી ચુક્યા છે કે સલમાન સંજય લીલા ભણસાલી સાથે જે મુવીમાં કામ કરવા જઈ રહ્યા છે તે ફિલ્મનું નામ ‘ઇંશા અલ્લાહ’ હશે. આવામાં જયારે ગોવામાં ‘બીગ બોસ-12’ના લોંચી સમય સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ભણસાલીની ફિલ્મનો ભાગ છે ત્યારે સલમાને જવાબમાં જણાવ્યું કે હા તેઓ સંજયની ફિલ્મમાં કામ તો કરવા જઈ રહ્યો છું પરંતુ એ વાત પણ સાચી છે કે ભણસાલીએ હજુ સુધી પણ મને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી નથી. સાથે સાથે તેઓએ મજાકિયા અંદાજમાં એ પણ જનાવ્ચ્યું કે તેઓ બે અઠવાડિયા પહેલા ભંસાલીને ફોન કર્યો હતો પરંતુ તેઓએ તેમનો ફોન ઉપાડ્યો નહતો.
સલમાન ખાનને તેમની સામે બેઠેલા મીડિયાને કહ્યું કે તેઓ સંજય લીલા ભણસાલીને કહે કે સલમાને તેમમાં સાથે વાત કરવા માંગે છે. હું તેમની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જણાવીએ કે સલમાન ખાને ભંસાલી સાથે ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચુકે સનમ‘ પછી સલમાને થોડા સમય પછી ભણસાલી ફિલ્મ ‘સાંવરિયા’માં જોવા મળ્યા હતા પરંતુ આ પછી ક્યારે પણ આ બંને સાથે કામ કર્યું નથી. હાલ જાણવા મળી રહ્યું છે કે ‘બીગ બોસ’ના એક શો દરમિયાન ભણસાલીએ તેમની ફિલ્મને લઈને એવી વાત કરી હતી જે ભણસાલી ન પસંદ આવી.

વધુમાં એવું પણ જાણવા મળ્યું કે ફિલ્મમાં ભણસાલી પહેલી વાર એવવી જોડી બનાવવા જઈ રહ્યા છે જે હજુ સુધી કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ભણસાલીની ફિલ્મમાં સલમાન ખાન સાથે દીપિકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી શકે છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે ભણસાલીએ ગત મહિને જ ફિલ્મનું નામ રજીસ્ટર કરાવ્યું છે પરંતુ હજુ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ કામ કરવામાં આવી રહ્યું છે અને તેને પૂર્ણ કરતા 6થી 9 મહિના લાગી શકે છે. ત્યાર પછી આગામી વર્ષે ફિલ્મનું શુટિંગ શરુ કરી દેશે.

