Not Set/ સ્વસ્થ થઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રંમ્પ, સોમવારે મળી શકે છે હોસ્પિટલમાંથી રજા

  કોરોના વાયરસથી પીડિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેમની સારવાર કરતા ડોક્ટરે રવિવારે આ અંગે માહિતી આપી હતી. ટ્રમ્પની મેડિકલ ટીમના સભ્ય બ્રિયાન ગારિબાલ્ડીએ કહ્યું હતું કે, “તેઓ હમણાં ઠીક છે. અમારી યોજના તેમને ખવડાવવા અને પલંગમાંથી ઉભા કરાવાની છે. જો રાષ્ટ્રપતિની તબિયતમાં સુધારો થતો રહે, તો અમે […]

World
 

કોરોના વાયરસથી પીડિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેમની સારવાર કરતા ડોક્ટરે રવિવારે આ અંગે માહિતી આપી હતી.

ટ્રમ્પની મેડિકલ ટીમના સભ્ય બ્રિયાન ગારિબાલ્ડીએ કહ્યું હતું કે, “તેઓ હમણાં ઠીક છે. અમારી યોજના તેમને ખવડાવવા અને પલંગમાંથી ઉભા કરાવાની છે. જો રાષ્ટ્રપતિની તબિયતમાં સુધારો થતો રહે, તો અમે સોમવારે તેમને ડિસ્ચાર્જ કરી શકીશું અને વ્હાઇટ હાઉસ મોકલી શકીશું જ્યાં તેઓ તેમની સારવાર આગળ ચાલુ રાખશે.

ટ્રમ્પ અને તેની પત્ની મેલાનીયા કોરોના પોઝિટીવ આવ્યા હતાં. શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને વાલ્ટર રીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એન્ટિબોડીઝ આપવામાં આવી રહી છે. ડોક્ટરે કહ્યું કે ટ્રમ્પને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે આ વીડિયોને ટ્વિટર પર જારી કરતાં કહ્યું કે તેમને સારું લાગે છે પરંતુ આગામી થોડા દિવસો તેમના માટે એક વાસ્તવિક પરીક્ષા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.