ભેસાણ તાલુકાના ચુડા ગામના બે મિત્રોના ચેકડેમમાં ન્હાવા જતા ડૂબી જવાથી મોત થતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ચુડા ગામના રાજેશભાઈ પરસોતમભાઈ રૈયાણીનો પુત્ર હિમાંશુ અને શાંતિભાઈ બાબુભાઈ ગોંડલીયાનો પુત્ર કેવિન બંને મિત્રો તેમના અન્ય મિત્રો સાથે ચુડાથી ઢોળવાના જૂના રસ્તે આવેલ સાંકરોળી નદીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા.
ત્યારે અચાનક બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને બચાવવા અન્ય મિત્રોએ મહેનત કરી હતી, પરંતુ તેઓ તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો : જામનગર/ દીકરી સાથે દુષ્કર્મ થતા પિતાએ ભર્યું આ અંતિમ પગલું
ઘટનાની જાણ થતાં ગામ લોકોએ ચેકડેમ ખાતે દોડી જઈ બંને યુવકોના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવની જાણ થતાં નાયમ મામલતદાર કનકસિંહ પરમાર, પીએસઆઈ રવિરાજસિંહ જાડેજા વગેરે હોસ્પિટલે દોડી આવેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
