બિગ બોસની 13 મી સીઝનથી હેડલાઇન્સમાં આવેલી શેહનાઝ ગિલ છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. ક્યારેક તેના જૂના પંજાબી ગીતો વાયરલ થઈ રહ્યા છે, તો ક્યારેક તેના ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પંજાબની કેટરીના કૈફ તરીકે જાણીતી શેહનાઝ ગિલનું એક પંજાબી ગીત, જેનું નામ ‘યારી‘ છે, તે હાલમાં ચર્ચામાં આવ્યુ છે. વીડિયોમાં અભિનેત્રી અને બિગ બોસનાં એક્સ સ્પર્ધકો જોવા મળી રહ્યા છે. શેહનાઝ ગિલનાં આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
શેહનાઝ ગિલનું પંજાબી ગીત ‘યારી‘ ને ગેટ એમપી 3 યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યું છે. વીડિયો અત્યાર સુધીમાં 9 કરોડ 71 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. શેહનાઝ ગિલ જેટલી સારી અભિનેત્રી છે જેટલી જ તે એક સારી ગાયિકા છે અને તેણે આ ગીત સાથે આ વાત સાબિત પણ કરી બતાવી છે. જો કે, તેનું ગીત તે સમયનું છે જ્યારે તે બિગ બોસની 13 મી સીઝનમાં નહોતી આવી.
બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લા સાથે પંજાબની કેટરીના કૈફ એટલે કે શેહનાઝ ગિલની જોડી ખૂબ જ હીટ રહી હતી. સલમાન ખાને પણ અનેક પ્રસંગોએ તેઓની પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ શેહનાઝ ગિલનું ગીત ‘કુર્તા પજામા‘ રિલીઝ થયું હતું, જેમા તે અભિનેત્રી ટોની કક્કર સાથે જોવા મળી હતી. ચાહકોને પણ આ ગીત ખૂબ ગમ્યું છે. આપને જણાવી દઈએ કે, શેહનાઝ ગિલ તેના ગીતો અને તેના અંદાજથી પંજાબી સિનેમામાં ઘણું નામ કમાવ્યું છે અને સાથે બિગ બોસ 13 દ્વારા પણ તેણે ઘણા લોકોનાં દિલ જીત્યા છે. બિગ બોસનાં ઘરે રહીને શેહનાઝ ગિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
