Not Set/ અમેરિકામાં 15 ઓક્ટોબરે થવાની પ્રેસિડેંશિયલ ડિબેટ રદ્દ, જાણો શું છે કારણ

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા પછી તેમની અને તેમના હરીફ જો બિડેન વચ્ચે 15 ઓક્ટોબરે થવાની ડિબેટ રદ્દ કરવામાં આવી છે. યુ.એસ. માં પ્રેસિડેંશિયલ ડિબેટથી જોડાયેલા કમિશને આ વાતની જાણકારી આપી છે. કમિશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 15 ઓક્ટોબરે કોઈ ડિબેટ થશે નહીં. તમામ ઉમેદવારોએ તે દિવસની તેમની યોજનાઓ […]

World
 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા પછી તેમની અને તેમના હરીફ જો બિડેન વચ્ચે 15 ઓક્ટોબરે થવાની ડિબેટ રદ્દ કરવામાં આવી છે. યુ.એસ. માં પ્રેસિડેંશિયલ ડિબેટથી જોડાયેલા કમિશને આ વાતની જાણકારી આપી છે. કમિશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 15 ઓક્ટોબરે કોઈ ડિબેટ થશે નહીં. તમામ ઉમેદવારોએ તે દિવસની તેમની યોજનાઓ વિશે કમિશનને માહિતી આપી છે. અંતિમ ડિબેટ 22 ઓક્ટોબરે નેશવિલે, ટેનેસીમાં યોજાશે.

નોંધપાત્ર વાત એ છે કે, ડિબેટ કમિશનને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વર્ચુઅલ ડિબેટ કરવાની વાત કરી હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂંમાં ટ્રમ્પે કહ્યું કે, મેં વર્ચ્યુઅલ ફોર્મેટમાં રાષ્ટ્રપતિ ચર્ચાઓ અંગેનાં કમિશન દ્વારા કરેલી જાહેરાતને સ્વીકારી નથી. હું વર્ચુઅલ ચર્ચામાં ભાગ લેવા નહીં જઉ કારણ કે તે સમયનો બગાડ છે.

ટ્રમ્પે કહ્યું કે, મેં પહેલી ડિબેટમાં બિડેનને હરાવ્યો હતો અને બીજી ડિબેટમાં પણ હું તેમને સરળતાથી હરાવી શકું છું. પરંતુ હું વર્ચુઅલ ડિબેટમાં મારો સમય બગાડીશ નહીં. ટ્રમ્પનાં આ નિવેદન પર બિડેને કહ્યું હતું કે, તેઓ કમિશન દ્વારા અપાયેલી સલાહને સ્વીકારી લેશે, મને ખબર નથી કે ટ્રમ્પ હવે પછી શું કરશે, તેમનું મન દરેક ક્ષણે બદલાઈ જાય છે, તેથી હું તેમના નિવેદન પર કોઇ પ્રતિક્રિયા આપુ તે ગેરજવાબદાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.