પાકિસ્તાનના કરાચીમાં છ સ્થળોએ ગોળીબાર થતાં ચાર લોકોના મોત થયા હતા. આ બધી ઘટનાઓ શનિવારે થઇ હતી, જેનાથી શહેરમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આ ઘટના કરાચીના ઓરંગીમાં કેટલાક લૂંટારુઓએ અંજામ આપ્યો હતો. ઇકબાલ માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક એલપીજી દુકાનમાં લૂંટ દરમિયાન આરોપીઓએ દુકાનદારને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
દુકાનદારે કરી ફાયરિંગ
પોતાનો જીવ બચાવવા માટે, દુકાનદારે લૂંટારા પાસેથી બંદૂક છીનવી લીધી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આરોપી લૂંટારો પણ ઘાયલ થયો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. કરાચી પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટારા વિરુદ્ધ અગાઉ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા. તેના પર ચોરી, લૂંટ અને હત્યાના પણ આરોપો હતા.
યુવકની જાહેરમાં ગોળી મારી હત્યા
અને કરાચીના શેરપાઓ કોલોનીમાં ગોળીબારની બીજી ઘટના બની, જ્યાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. તે માણસ તેની બાઇક ચલાવીને જઇ રહ્યો હતો પછી બે માણસોએ તેનો પીછો કર્યો અને શેરીની વચ્ચે તેને ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસનું કહેવું છે કે તેમને પીડિતના માથામાં ત્રણ ગોળીઓ મળી આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ગોળીબારમાં મહિલાનું મોત
શનિવારે કરાચીમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરમાં એક મહિલાને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ અન્ય કરાચીમાં એક ચાની દુકાન પાસે પણ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં મજૂર અબ્દુલ રઝાકને ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘાયલ થયેલા એક લૂંટારાની ધરપકડ
ન્યૂ કરાચી શહેરમાં પોલીસે ગંભીર રીતે ઘાયલ થયેલા એક લૂંટારાની ધરપકડ કરી હતી. લોકોએ તેને કરાચીના નિઝામાબાદથી પકડી લીધો, માર માર્યો અને પોલીસને સોંપી દીધો. અન્ય એક ઘટનામાં, 3 વર્ષની બાળકી ડૂબી ગઈ અને તેનું મોત થયું. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે એન્કાઉન્ટર કર્યું
કરાચીના માલિરમાં બકરા પીરી નજીક પોલીસ એન્કાઉન્ટરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક એક વ્યાવસાયિક લૂંટારો હતો જેણે થોડા દિવસ પહેલા એક દુકાનદારની હત્યા કરી હતી. તેનું નામ ગુલામ કાદિર હતું. એસએસપીના જણાવ્યા મુજબ, ગુલામ સમદ કાઠિવાડી નેટવર્ક સાથે સંકળાયેલો હતો અને ગેંગ વોરમાં પણ સામેલ હતો. પોલીસે તેના ફોનમાંથી અનેક ગુનાહિત પુરાવા મેળવ્યા છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાનનુ શાસન એક હાઇબ્રિડ મોડેલ હેઠળ ચાલી રહ્યું છે: ખ્વાજા આસિફ
આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાન આર્મી ચીફેને જાતે બેટિંગ કરવી જોઈએ: ઇમરાન ખાન
આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાને લડાકુ વિમાનોનો દ્વારા પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ
