કર્ણાટકનાં તુમકુરુ જિલ્લાની એક અદાલતે શુક્રવારે પોલીસને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ ખેતીનાં કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતોને નિશાન બનાવતા એક ટ્વીટ માટે એફઆઈઆર દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (જેએમએફસી) ની કોર્ટે વકીલ રમેશ નાઇક દ્વારા દાખલ ફરિયાદનાં આધારે ક્યાથાસંન્દ્રા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટરને રનૌત વિરુદ્ધ FIR નોંધવા નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે ફરિયાદીએ સીઆરપીસીની કલમ 156 (3) હેઠળ ફરિયાદ નોંધાવી છે. ક્યાથાસન્દ્રાનાં રહેવાસી નાયકે જણાવ્યું હતું કે, તેમણે આપેલી ફોજદારી ફરિયાદ પર કોર્ટે આ વિસ્તારનાં પોલીસ સ્ટેશનને અભિનેત્રી સામે કેસ નોંધવા અને કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમલમાં આવેલા કૃષિ બીલો અંગે એક ટ્વીટ કર્યું હતું, રનૌતનાં ટ્વિટર હેન્ડલ “કંગના ટીમ” થી 20 સપ્ટેમ્બરનાં રોજ ટ્વીટ કર્યું હતું, “વડા પ્રધાન, કોઈ ઉંઘતુ હોય તો તેને જગાડી શકાય છે, જેને ગેરસમજ હોય તેને સમજાવી શકાય છે, પરંતુ જે ઉંઘનો અભિનય કરે, ન સમજવાનો અભિનય કરે તેને તમારા સમજાવવાથી શું ફરક પડશે? આ તે આતંકવાદી છે. સીએએ એ એક પણ માનવીનું નાગરિકત્વ નથી ગયુ, પરંતુ તેઓએ લોહીની નદીઓ વહેતી કરી દીધી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
