રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે મા અમૃતમ કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડ દ્વારા લોકોને થતા રોગોની સારવાર કરાવે છે અને પોતાની સુખાકારી વધારે છે, આ કાર્ડ રાજ્યની જનતા માટે એક વરદાનરૂપ સાબિત થયું છે, પરંતુ આ સમયમાં મા અમૃતમ કાર્ડ બંધ થયાની અફવા ફેલાતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
આ કિસ્સાની વાત કરીએ તો, મા અમૃતમ કાર્ડ યોજના બંધ કરી દેવામાં આવી હોવાની અફવાથી દર્દીઓમાં અફડાતફડી મચી ગઈ હતી તો બીજી તરફ કેટલીક હોસ્પિટલોમાં મા કાર્ડ રિજેક્ટ થવાના લીધે દર્દીઓમાં આયુષ્યમાન કાર્ડ લેવા માટે દોટ લાગી હતી. આ યોજનાના ટોલ-ફ્રી નંબર પરથી આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ ટોલ ફ્રી નંબર પર ફોન કરનારાઓને આયુષ્યમાન કાર્ડ કઢાવવાની સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ આ કાર્ડ બંધ થવાના લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેના લીધે આ યોજના હેઠળ હાલમાં ભરતી થયેલા કેટલાય દર્દીઓની પરિસ્થિતિ વણસી શકે છે. તેનું કારણ એ છે કે, આધાર કાર્ડ કેન્દ્રીય વ્યવસ્થા છે અને તે ઓનલાઇન જ થાય છે. તેની સામે મા અમૃતમ કાર્ડ સ્થાનિક યોજના હોવાથી ગરીબ માણસ સ્થાનિક ધોરણે તેને કઢાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
