ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કિંગ્સ ઇલેવન પંજાબ સાથે થયો હતો. શારઝાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટૂર્નામેન્ટની સૌથી ખરાબ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે વિરાટ કોહલીનાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આઠ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની બીજી જીત નોંધાવી હતી. ખાસ વાત એ છે કે પંજાબની બંને જીત આરસીબી સામે આવી છે. આ મેચમાં આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમે અંતિમ ઓવરમાં વિરાટ કોહલી અને ક્રિસ મોરિસની ઝડપી બેટિંગનાં આધારે પંજાબ સામે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટે ટીમમાં સૌથી વધુ 48 રન બનાવ્યા હતા, જ્યારે મોરિસે ત્રણ છક્કાની મદદથી 8 બોલમાં 25 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને મુરુગન અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. 172 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમની ઓપનિંગ જોડીએ જોરદાર શરૂઆત કરી. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની જોડીએ પ્રથમ વિકેટ માટે 78 રન જોડ્યા. આ પછી, કેપ્ટન કેએલ રાહુલ અને ક્રિસ ગેલ મળીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. ગેલ છેલ્લી ઓવરમાં રન આઉટ થયો હતો. ક્રિસ ગેલ, આ સિઝનમાં પ્રથમ વખત રમી રહ્યો હતો, તેણે એક ચોક્કો અને પાંચ છક્કાની મદદથી 53 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલે 49 બોલમાં એક ચોક્કો અને પાંચ છક્કાની મદદથી 61 રનની ઈનિગ્સ રમી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
