America/ આ કિશોરીએ COVID-19 ની સારવાર માટે કર્યું રીસર્ચ, આટલા લાખનું મળ્યું ઇનામ

અમેરિકામાં, ભારતીય મૂળની માત્ર 14 વર્ષની કિશોરી અનિકા ચેબ્રોલુએ કોરોના વાયરસના ચેપથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ સારવાર શોધી કાઢી છે. અનિકાએ તેના સંશોધન માટે

Uncategorized

અમેરિકામાં, ભારતીય મૂળની માત્ર 14 વર્ષની કિશોરી અનિકા ચેબ્રોલુએ કોરોના વાયરસના ચેપથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ સારવાર શોધી કાઢી છે. અનિકાએ તેના સંશોધન માટે 25 હજાર ડોલર  એટલે કે લગભગ 18 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

આ જીવલેણ વાયરસ તેના પ્રોટીન દ્વારા ચેપ ફેલાવે છે. અનિકાએ જણાવ્યું કે ગયા વર્ષે ઈન્ફલ્યુએન્ઝાના કારણે તે ગંભીર બની હતી. તેથી તે તેના માટે કોઈ ઈલાજ શોધવા માંગતી હતી.

Anika Chebrolu

કોરોના મહામારી શરૂ થયા પછી, તેમણે ઇલાજ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અનિકા સહિત 10 સ્પર્ધકોએ અમેરિકન કંપની થ્રાઇમ દ્વારા આયોજીત એક સ્પર્ધાની ફાઈનલમાં ભાગ લીધો હતો.

અનિકાએ વાયરસના ફેલાવા માટે જવાબદાર પ્રોટીનને નિષ્ક્રિય કરવા માટે એક મોલિક્યૂલ શોધી કાઢ્યું છે. અનિકાએ ઇન-સિલિકો પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ મોલિક્યૂલ શોધી કાઢ્યું જે સાર્સ કોવિડ -2 વાયરસના સ્પાઇક પ્રોટીન સાથે જોડાય જશે.