ગુજરાતમાં હજુ પણ નોટબંધી સમયે આચરવામાં આવેલી ગેરરીતી અને જૂની નોટો અવારનવાર મળી આવે છે. હાલમાં જ સુરત ના કલામંદિર જવેલર્સની સામે નોટબંધી સમુયે સોનું વેચવા ના નામે મની લોન્ડરીંગનું કૌભાડ થયું હોવાના આહેવાલ મળી રહ્યા છે. કલામંદિર જવેલર્સ ઉપર નોટ બંધી સમયે સોનું વેચવાના નામે મની લોન્ડરિંગનો આરોપ છે. આરોપનાં દાવામાં કેટલું તથ્ય..?
કોંગી નેતા અર્જુન મોઢવાડિયાએ ટવિટ કરી કલામંદિર જવેલર્સનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટવિટ દ્વારા ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. અને જણાવ્યું હતું કે નોટ બંધી બાજપના નેતાઓ માટે કેવી રીતે આશીર્વાદ બની છે. ? સુરતનાં કલામંદિર જવેલર્સે રૂ.110 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નોટબંધી દરમિયાન કાળા નાણાં ધોળા કેવી રીતે થઇ ગયા? આરોપનાં દાવામાં કેટલું તથ્ય છે તે તો તપાસ પછી જ ખબર પડશે.

સુરતમાં નોટબંધી સમયે કલામંદિર જ્વેલર્સમાં કૌભાડનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા અને પૂર્વ ઇન્કમટેક્ષ અધિકારી પી. વી. એસ શર્માએ આ અંગે જણાવ્યું છે કે આ કૌભાંડમાં NCP નેતાના દિકરાની સંડોવણી છે. પીવીએસ શર્માએ આ કૌભાંડને લઇને અધિકારીઓ અને નેતાઓનું નામ ઉજાગર કરવા અને સમગ્ર કૌભાંડ મામલે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. કૌભાંડીઓને ખુલ્લા પાડવામાં આવશે.

શર્માએ કહ્યું કે ટેકનિકલ કારણોસર કૌભાંડ અત્યારે જાહેર કરાયું છે. ટ્વિટર પર કૌભાંડ સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કરીશ. સમય આવ્યે તમામ લોકોના નામ ઉજાગર કરીશે. પુરવાને વેરિફાઇ કર્યા બાદ જનતા સમક્ષ મુકીશ. કલામંદિર જ્વેલર્સ દ્વારા 110 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું.
