રેડિયો કાર્યક્રમ “મન કી બાત” નાં માધ્યમથી PM મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દશેરા સંકટ પર જીતનો પણ પર્વ છે. PMએ કહ્યું કે દશેરા અસત્ય પર સત્યની જીતનો પર્વ તો છે જ, પરંતુ તેની સાથો સાથ આ તહેવાર તમામ પ્રકારનાં સંકટો પર પણ જીતનો પણ પર્વ છે.
PM Modi urges people to observe festivals with modesty, be 'vocal for local' while shopping
Read @ANI Story | https://t.co/GhIfMAVwaS pic.twitter.com/xQ5F2hMi4D
— ANI Digital (@ani_digital) October 25, 2020
PM મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખાદી આપણી સાદગીની ઓળખ રહ્યું છે. પરંતુ આપણી ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે ઓળખાય રહી છે આ બોડી ફ્રેન્ડલી ફેબ્રિક પણ છે.
PMએ મેક્સિકોના શહેર ઓહાકાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાંની ખાદી ઓહાકા ખાદીના નામથી પ્રસિદ્ધ છે. પીએમે કહ્યું કે ઓહાકોનો એક યુવક માર્ક બ્રાઉન ગાંધીજીથી એટલો પ્રભાવિત થયો કે તેણે મેક્સિકોમાં જઇ ખાદીનું કામ શરૂ કરી દીધું.
PM મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પુલવામા આખા દેશને ભણાવામાં અગત્યની ભૂમિકા નિભાવે છે. તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટી આખા દેશના લગભગ 90 ટકા પેન્સિલ સ્લેટની માંગને પૂરી કરે છે અને તેમાં પુલવામાનો હિસ્સો છે.
PM મોદીએ એક વખત ફરી કહ્યું કે અત્યારે તહેવારની મોસમ આવવાની છે. આ દરમ્યાન લોકો ખરીદી કરશે તમે ખરીદી દરમ્યાન વોકલ ફોરનો સંદેશ ચોક્કસ યાદ રાખજો અને સ્થાનિક અને સ્વદેશી વસ્તુઓને ખરીદો. PM મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આ વખતે દિવાળીમાં એક દવો સરહદ પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવો. પીએમ મોદીએ લોકોને ફરી એકવખત અપીલ કરી કે તેઓ તહેવારો દરમ્યાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરે.
PM મોદીએ કહ્યું કે આપણે આપણા એ જાંબાજ સૈનિકોને પણ યાદ રાખવાના છે જે આ તહેવારોમાં પણ સરહદો પર તૈનાત છે. ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવારો મનાવાના છે, આપણે ઘરમાં એક દીવડો, ભારત માતાના એ વીર દીકરા-દીકરીઓના સમ્માનમાં પ્રગટાવાના છે. હું આપણા વીર જવાનોને પણ કહેવા માંગું છું કે તમે ભલે સરહદ પર હોય પરંતુ આખો દેશ તમારી સાથે છે, તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે, હું એ પરિવારોના ત્યાગને પણ નમન કરું છે, જેમના દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે.
