Bollywood/ કાજલ અગ્રવાલના હાથમાં લાગી ગૌતમ કીચલૂના નામની મહેંદી, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે 30 ઓક્ટોબરે કાજલ ઉદ્યોગપતિ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરશે. લગ્નના એક દિવસ પહેલા જ કાજલની મહેંદીનો ફોટો સામે આવ્યા છે,

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે 30 ઓક્ટોબરે કાજલ ઉદ્યોગપતિ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરશે. લગ્નના એક દિવસ પહેલા જ કાજલની મહેંદીનો ફોટો સામે આવ્યા છે, જેને તેણે જાતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. કાજલનો આ ફોટો ખૂબ પસંદ કવામાં આવી રહ્યો છે.

ફોટોમા તેના બંને હાથ પર મહેંદી લાગેલી જોવા મળી રહી છે. તે ખૂબ જ સુંદર અને ખુશ લાગે છે. ફોટામાં કાજલે લાઇટ ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે. કાજલે હેવી ઇયરિંગ્સ પહેરી છે, જે તેના લુકને વધુ નિખારે છે.

https://www.instagram.com/p/CG6IGPqHkMh/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : અનુષ્કા, દીપિકા અને પ્રિયંકાના ડ્રેસ અને લુકને કોપી કરવા પર બોલી નેહા કક્કર, ટ્રેલર્સને આપ્યો આ જવાબ

તાજેતરમાં જ કાજલની બહેન નિશાએ લગ્ન વિશે એક ખનગી માધ્યમને જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારીને કારણે અમે લગ્ન સિમ્પલ રીતે કરી રહ્યા છીએ. અમે લગ્નનું સારું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘરે હલ્દી અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવશે. બંને સમારોહ લગ્નના આગલા દિવસે 29 ઓક્ટોબરના રોજ થશે. અમને ખૂબ ઉત્સાહ છે કે કાજલ તેના જીવનની નવી સફર શરૂ કરવા જઈ રહી છે.

https://www.instagram.com/p/CFrQap3nXlf/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : જાન કુમાર સાનુએ આ મામલે શોમાં માંગી માફી, બીગ બોસે આપ્યો ઠપકો

આપને જણાવી દઈએ કે કાજલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ શેર કરી હતી અને તેના લગ્ન વિશે માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘મેં હા પાડી છે. હું તમને જણાવતા ખૂબ જ ખુશ છું કે હું 30 ઓક્ટોબર, 2020 ના રોજ ગૌતમ કીચલુ સાથે લગ્ન કરવા જઇ રહી છું. અમે એક નાનો ખાનગી સમારોહ રાખ્યો છે, જેમાં ફક્ત પરિવારના સભ્યો હશે. સાથે મળીને આપણે આપણા જીવનની નવી શરૂઆત કરવા તૈયાર છીએ.

https://www.instagram.com/p/CGxkjhbnivO/?utm_source=ig_web_copy_link

કાજલે પોસ્ટના અંતમાં લખ્યું, ‘અમને ખબર છે કે તમે લોકો ચોક્કસ અમને ઉત્સાહિત કરશો. હું ઘણા વર્ષોથી પ્રેમ અને આશીર્વાદ આપનારા લોકોનો આભાર માનું છું.