Not Set/ જ્યાં શ્રી દેવીનું થયું હતું મોત ત્યાં જ બોની કપૂરે દીકરીઓ સાથે મનાવ્યો જન્મદિવસ, મળી મોટી ગિફ્ટ

દુબઈ સરકારે બોની કપૂર, જ્હાનવી અને ખુશી સહિત ચાર લોકોને ગોલ્ડન વિઝા આપ્યા છે. આ વિઝાની મદદથી કપૂર પરિવાર…

Entertainment

જ્યાં બોની કપૂરે પોતાની લાઈફ પાર્ટનર શ્રીદેવીને હંમેશ માટે ગુમાવી દીધી હતી. ત્યાં તેઓ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પહોંચ્યા હતા. બોની કપૂર તેમની દીકરીઓ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર સાથે દુબઈ પહોંચ્યા હતા. અહીં જ શ્રીદેવીનું નિધન થયું હતું. બોની કપૂરે અહીં તેમની દીકરીઓ સાથે શ્રીદેવીને યાદ કર્યા હતા. પ્રખ્યાત નિર્માતાના જન્મદિવસ પર દુબઈ સરકારે તેમને ગોલ્ડન વિઝા ભેટમાં આપ્યા હતા.

આ પણ વાંચો : આર્યન ખાનના જન્મદિવસ પર જુહી ચાવલાએ લીધો આ સંકલ્પ, કરશે આ કામ

દુબઈ સરકારે બોની કપૂર, જ્હાનવી અને ખુશી સહિત ચાર લોકોને ગોલ્ડન વિઝા આપ્યા છે. આ વિઝાની મદદથી કપૂર પરિવાર લાંબા સમય સુધી દુબઈમાં રહી શકશે. 10 વર્ષ સુધી તે કોઈપણ પ્રતિબંધ વિના અહીં રહી શકે છે. ગોલ્ડન વિઝા મળ્યા બાદ બોની કપૂરે દુબઈ સરકારનો આભાર માન્યો હતો.

જ્હાનવી અને ખુશી પણ દુબઈમાં વેકેશન માણી રહી છે. બંને બહેનો તેમના પિતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. કપૂર બહેનો પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર શાનદાર રજાની તસવીરો શેર કરી રહી છે. ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર દરિયા કિનારે એક તસવીર શેર કરતા લખ્યું, ’99 સમસ્યાઓ છે, પરંતુ જ્યારે તમે બીચ પર પહોંચો છો, ત્યારે એક પણ બચ્યું નથી.’

https://www.instagram.com/p/CWI9Cn3hlob/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :આઝાદી ભીખમાં મળી છે તેવા કંગનાના નિવેદનથી દેશમાં વિરોધ,પદ્મશ્રી પરત લેવાની ઉઠી માંગ

તસવીરમાં બંને બહેનો બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી. જ્હાનવી પણ રણમાં પોતાની અને  ખુશીની તસવીર શેર કરીને ચાહકોને દિવાના બનાવી રહી છે. જ્હાનવી કપૂર દુબઈના રણમાં ATV બાઈકની મજા લેતી જોવા મળી હતી. તેણે બહેન ખુશી અને એક મિત્ર સાથે ATV બાઇક ચલાવવાની મજા માણી. જેના પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/CWGfXiSIo-w/?utm_source=ig_web_copy_link

ફોટામાં, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર શોર્ટ્સ અને બ્રાઉન બ્રેલેટમાં જોઈ શકાય છે. બંનેએ માથા પર કાળો અને સફેદ દુપટ્ટો પહેર્યો છે. ચંપલ પણ પહેર્યા. જ્હાનવી કપૂર અને ખુશી કપૂર એકબીજાની ખૂબ જ નજીક છે. જ્હાનવી કપૂરે એક શોમાં ખુશી વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે બંને વચ્ચે કોઈ લડાઈ નથી. પરંતુ જો બંને પૂછ્યા વગર એકબીજાના કપડા પહેરી લે તો હોબાળો થાય છે.

https://www.instagram.com/p/CWGhK_VNceX/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં જ જ્હાનવી કપૂર અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન બંને કેદારનાથ ધામમાં દર્શન માટે ગયા હતા અને બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ દરમિયાન આ બંને અભિનેત્રીઓએ સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને તે જ ચાહકોએ સારા અને જ્હાનવીના ખૂબ વખાણ પણ કર્યા હતા.

આ પણ વાંચો :વિશ્વસુંદરી એશ્વર્યા રાય બચ્ચનનો પ્રથમ ક્રશ કોણ છે..? જાણો…

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જ્હાનવી કપૂર અને ખુશી કપૂર એકસાથે વેકેશન પર ગયા હોય. આ પહેલા પણ બંને એકસાથે ઘણો સમય વિતાવતા જોવા મળ્યા છે. જ્હાનવી કપૂર મોટી બહેન હોવાને કારણે ખુશી કપૂરનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

જ્હાનવી કપૂરના કામની વાત કરીએ તો જ્હાનવીએ ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ‘ધડક’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે તેની હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ તાજેતરમાં રીલિઝ થઈ હતી. હવે જ્હાનવી કપૂર ટૂંક સમયમાં ‘દોસ્તાના 2’ અને ‘ગુડ લક જેરી’માં જોવા મળશે.

આ પણ વાંચો :યશ રાજ ફિલ્મસ OTT પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારીમાં, 500 કરોડ ખર્ચ કરશે

આ પણ વાંચો :સૂર્યવંશી ફિલ્મને NETFLIXએ આટલી મોટી રકમમાં ખરીદી,આ તારીખે થશે પ્રસારિત…