બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીનું માનવું છે કે તે સમય સાથે પરિપક્વ થઈ ગઈ છે. તેથી જ તે હવે પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે સારા સંબંધ જાળવવામાં સફળ રહી છે. એક સમયે સલમાન સાથેના સંબંધોમાં રહેલી સંગીતા બિજલાની આજે 61 વર્ષની વયે ભાઇ જાન અને તેના પરિવારની ખૂબ નજીક છે. સંગીતાએ પોતે એક મુલાકાતમાં આ બધી વાતો જણાવે છે. તેણે કહ્યું કે તે જલ્દીથી એક્ટિંગની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે.
સંગીતાએ સલમાનને લગતા સવાલના જવાબમાં કહ્યું કે કનેકશન ક્યારેય તૂટી શકતા નથી. તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ કદી સમાપ્ત થતો નથી.તમે અને તમારા સાથી, સ્કૂલના મિત્રો વચ્ચેનો પ્રેમ કયાકે છૂટતો નથી. લોકો આવશે. અને જશે, જીવનમાં કશું પણ કાયમ માટે હોતું નથી.
સંગીતાએ વધુમાં કહ્યું હતું કે તેનો અર્થ એ નથી કે તમારે ક્રોધ અને કડવાશથી ભરેલું રહેવું જોઈએ. મારા જીવનનો એક તબક્કો હતો જ્યારે હું મૂર્ખ હતી . હું બાલિશ વર્તન કરતી હતી, પરંતુ હવે હું પરિપક્વ થઈ ગઇ છું . જીવન અનુભવોથી ભરેલું છે,
એક સમયે સલમાન ખાને સંગીતા બિજલાની સાથેના તેના અફેરને લઈને ઘણી હેડલાઇન્સ બની હતી. બંને વચ્ચેની નિકટતા એટલી વધી ગઈ કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ, પણ પછી અચાનક તેમના રસ્તો કાયમ માટે અલગ થઈ ગયા. લગ્નજીવન તૂટ્યા પછી પણ સંગીતા અને સલમાન એક બીજા સાથે જોડાયેલા રહ્યા અને આજે પણ તેમની મિત્રતા ચાલુ છે.બોલિવૂડમાં તેના કમબેક અંગે સંગીતા બિજલાની કહે છે, હું વેબ શો વિશે જાણવા માંગુ છું.જો મને પસંદ પડશે તો તે હુ ચોકક્શ કરીશ.
