એક તરફ જ્યાં વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન આપવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે, તો બીજી તરઉ દિવાળી ટાંણે પરંપરાગત દિવડાના નાના -નાના ગરીબો ઉત્પાદકોની શું હાલત છે તેની નોંધ લેવા જેવી છે. અને મંતવ્ય ન્યૂઝ દ્વારા પોતાની સામાજીક જવાબદારી નીભાવતા આ પરંપરાગત દિવડાના નાના -નાના ગરીબો ઉત્પાદકોનો અવાજ ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી. આ વર્ષે ચીને કોરોના વાયરસની ભેંટ વિશ્વને આપી છે, અને ભારતે ચીનને અનેક આર્થિક સ્તરે પછાડ્યું છે. ત્યાં હવે વોકલ ફોર લોકલના અસલી હીરોની કહાની અમે તમને કહીએ…..
- વોકલ ફોર લોકલ
- કોરોનાએ અનેકની હાલત કરી કફોડી
- અનેક ધંધા રોજગારી આજે છે મંદા
- હવે દિવાળી પહેલા વોકલ ફોર વોકલને આપો પ્રાધાન્ય
દિવાળીની પરંપરા એટલે દીવા….. અને દીવા…… જે દિવાળીને રોશનીથી જગમગાટભરી બનાવે છે. નવરાત્રિથી જ દિવાળીના અજવાળીયા દિવસોમાં રાત્રે પણ અજવાશનો ભાર આ દીવડાઓ પર જ હોય છે અને દિવાળીના સમયે આ કારીગરોને શ્વાસ લેવા સુધીનો સમય નથી હોતો, પરંતુ મહામારી કોરોનાએ આ વખતે વોકલ ફોર લોકલના અસલી હીરો આવા કારીગરોને પણ નથી છોડ્યા. અમદાવાદનો સરખેજ વિસ્તાર જ્યાં દીવડા બનાવવાનો મોટો કારોબાર ચાલે છે. જેને મોટી અસર પહોંચાડી છે કોરોના વાયરસે.
- ગત વર્ષની સરખામણીએ વેપાર થયો અડધો
- આ વર્ષે દીવાની માંગમાં 50 ટકાનો ઘટાડો
આ વર્ષે દિવાની માંગમાં 50 ટકા જેટલી ઓછી છે. માંગ ઓછી છે એટ્લે દીવાનું ઉત્પાદન પણ ઓછું કરવાનો આ નાના-નાના વેપારીઓએ લીધો છે. દર વર્ષે મહારાષ્ટ્રના અલગ અલગ શહેરો, સુરત સહિત ઘણી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. સમની સાથે દિવા બનાવવાની પદ્ધતિ પણ બદલાઇ છે. પરંતુ દીવાના વેચાણમાં ઘટાડાએ કારીગરોની હાલત કફોડી બનાવી છે.
- અનેક પરીવારોની ઘર રોશન કરે છે દીવા
- ….પરંતુ દીવા બનાવતા કરાગરોને આર્થિક રોશનીની આશા
દિવાની બનાવટમાં હજારો કારીગરો રોકાયેલા છે. અને મહામારીએ તે તમામની રોજગારી છીનવી લીધી છે. જે દીવા થકી દિવાળીમાં તે લોકોના ઘરમાં ઉજાશ પાથરતા હતા, હાલ કોરોના એ તેમના ઘરમાં જ અંધારું કરી નાખ્યું છે.
