IPL 2020/ જાડેજા બાપુ બગડ્યા, તોફાની બેટિંગથી કોલકતા સામે ચેન્નઇને અપાવી 6 વિકેટે જીત

ગુરુવારે યુએઈમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સને છ વિકેટે હરાવીને પ્લેઓફમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બનાવી દીધો છે.

Top Stories Sports

ગુરુવારે યુએઈમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સને છ વિકેટે હરાવીને પ્લેઓફમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બનાવી દીધો છે. આ મેચમાં ચેન્નઈનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કોલકાતાએ નીતીશ રાણાની 87 રનની ધમાકેદાર ઇનિંગનાં કારણે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અંબાતી રાયડુએ 20 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ બેટ્સમેન શું આઉટ થયો કે મેચ અટવાઇ ગઈ. ધોનીનાં સસ્તામાં જવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, પરંતુ રવિન્દ્ર જાડેજાએ આ હારને સંપૂર્ણપણે પલટાવી દીધી. ચેન્નઇએ છેલ્લી 12 બોલમાં જીતવા માટે 30 રન બનાવવાનાં હતા. આ ઓવરમાં, ફર્ગ્યુસને 20 રન આપ્યા, ત્યારબાદ પલડુ ચેન્નઈ તરફ ઝૂક્યુ. આ મામલો છેલ્લા 2 બોલથી 7 રન સુધી પહોંચ્યો હતો અને જાડેજાએ યુવાન કમલેશ નાગરકોટીનાં છેલ્લા બે બોલમાં સતત બે છક્કા ફટકારી ચેન્નઇને જીત અપાવી હતી, જેની સાથે મુંબઈને સત્તાવાર રીતે પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. રવીન્દ્ર જાડેજાએ માત્ર 11 બોલમાં 3 છક્કા અને 2 ચોક્કાની મદદથી અણનમ 31 રન બનાવ્યા હતા અને મેચ જીતાડવામાં તેની ભૂમિકા ખૂબ મોટી રહી હતી.

ચેન્નઇની ટીમે આ લક્ષ્યાંકને ઓપનર રૂતુરાજ ગાયકવાડની શાનદાર ફિફ્ટી અને અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજાની તોફાની બેટિંગનાં દમ પર ચાર વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. ટૂર્નામેન્ટમાં આ ચેન્નઇની પાંચમી જીત છે. ચેન્નઈની ટીમે આ મેચ માટે ત્રણ ફેરફાર કર્યા હતા, જેમા ધોનીએ ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર અને મોનુ કુમારની જગ્યા શેન વોટસન, કર્ણ શર્મા અને લુમ્બી એન્ગીડીને જગ્યા આપી હતી. વળી કોલકાતાનાં કેપ્ટન ઇઓન મોર્ગને આ મેચ માટે પ્રખ્યાત ક્રિષ્નાની જગ્યાએ રિંકુ સિંહને જગ્યા આપી હતી.