Bihar Election/ મુઝફ્ફરપુરમાં પ્રચાર દરમિયાન સ્ટેજ તૂટી ગયું, પપ્પુ યાદવનું પંચર થઇ ગયું

બિહારનાં મુઝફ્ફરપુર જિલ્લામાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન સ્ટેજ તૂટી જતાં જન અધિકાર પાર્ટી (લો) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવને ઈજાઓ પહોંચી અને પપ્પુ ભૈયાની ઇમેજનું પંચર થઇ ગયું છે. પપ્પુ યાદવને જમણા હાથમાં ફ્રેક્ચર થઇ ગયુ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, પપ્પુ યાદવ મીનાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે સ્ટેજ તૂટી ગયું હતું. સ્ટેજ […]

Gujarat Assembly Election 2022 India

બિહારનાં મુઝફ્ફરપુર જિલ્લામાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન સ્ટેજ તૂટી જતાં જન અધિકાર પાર્ટી (લો) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવને ઈજાઓ પહોંચી અને પપ્પુ ભૈયાની ઇમેજનું પંચર થઇ ગયું છે. પપ્પુ યાદવને જમણા હાથમાં ફ્રેક્ચર થઇ ગયુ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પપ્પુ યાદવ મીનાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે સ્ટેજ તૂટી ગયું હતું. સ્ટેજ ટૂંટતા ઘાયલ થયેલા પપ્પુ યાદવને ઘટનાની તુરંત બાદ સ્થાનિક સારવાર આપવામાં આવી હતી.

જન અધિકાર પાર્ટી (લો) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવે કહ્યું કે, લોકોના પ્રેમ અને આશીર્વાદથી મને વધારે લાગ્યું નથી. લોકોની પ્રાર્થના મારી સાથે છે. હું જલ્દી જ જાહેરમાં પાછા આવીશ. અત્યાર સુધીની પ્રારંભિક માહિતી અનુસાર સ્ટેજ પર ટેકેદારોની મોટી ભીડને કારણે સ્ટેજ તૂટી ગયું હતું.