America/ ચૂંટણીની બરોબર પહેલા જ ટ્રમ્પનો ડ્રેગન પર હુમલો, કહ્યું – ચીન જે કર્યું તે તેઓ ક્યારેય ભૂલશે નહીં

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન વૈશ્વિક રોગચાળાનો ફેલાવવા રોકવામાં નાકામ રહ્યું અને તેના કારણે યુએસ અર્થવ્યવસ્થાની હાલત ખસ્તા થઇ, ચીને જે કર્યું છે તે અમેરિકા ક્યારેય ભૂલશે નહીં. ટ્રમ્પે રવિવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, યુએસ તેના આર્થિક પુનરુત્થાન માટેનાં માર્ગ પર છે અને સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ તે […]

World

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન વૈશ્વિક રોગચાળાનો ફેલાવવા રોકવામાં નાકામ રહ્યું અને તેના કારણે યુએસ અર્થવ્યવસ્થાની હાલત ખસ્તા થઇ, ચીને જે કર્યું છે તે અમેરિકા ક્યારેય ભૂલશે નહીં. ટ્રમ્પે રવિવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, યુએસ તેના આર્થિક પુનરુત્થાન માટેનાં માર્ગ પર છે અને સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ તે અચાનક જ ચીનનાં વાયરસનો ભોગ બન્યું હતું. તેમણે કહ્યું કે, આપણા દેશનાં ઇતિહાસમાં આપણી અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ સ્થિતિમાં હતી અને ત્યારબાદ આપને ચીનનો લૂણો લાગ્યો, જેને આપણે ક્યારેય ભૂલીશું નહીં. 

Jews for Trump car parade stirs protests, fights in New York - Los Angeles  Times

delhi / કોરોના વધતા સંક્રમણ વચ્ચે ગૃહ મંત્રાલયે હવાલો સંભાળ્યો, ટેસ્…

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું જણાવવા માંગુ છું કે, અમે 2 મિલિયન લોકોના જીવ બચાવ્યા, પરંતુ આ નહોતું જવું જોઇતું. ચીને આપણી સાથે જે કર્યું તે આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના શહેર વુહાનમાં કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો હતો. અને ટ્રમ્પે સતત બેઇજિંગ પર તેની માહિતી છુપાવવા અને તેનો ફેલાવો અટકાવવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો છે. તે પણ વાત વિદિત છે કે, વિશ્વમાં અમેરિકા કોરોનાનાં વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં 90 લાખથી વધુ કેસ નોંધાયા છે અને કોરોનાનાં કારણે 2,31,000 લોકો મૃત્યુ પામ્યા છે.

Trump Train' parade fills Houston's freeways with hundreds of cars - ABC13  Houston

Dang: ભાજપનાં પૂર્વ જીલ્લા પ્રમુખ રમેશ ડોનનો નશામાં મારામારી કરતો …

ટ્રમ્પનાં ભારતીય-અમેરિકન સમર્થકોએ કાર રેલીનું આયોજન કર્યું હતું

ટ્રમ્પના ભારતીય-અમેરિકન સમર્થકોએ રવિવારે ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં કાર રેલી કાઢી હતી અને લોકોને ટ્રમ્પને ફરીથી પ્રમુખ તરીકે ચૂંટવાની અને તેમના સમર્થનની ઘોષણા કરી હતી. આ રેલી માઇલ લાંબી હતી. ટ્રમ્પના આ સમર્થકોનો કાફલો આખા શહેરમાં ફર્યો હતો. આ લોકોએ માસ્ક પહેરેલા હતા. અને દેશભક્તિના નારાઓ અને અમેરિકન ધ્વજ સાથે રંગબેરંગી પ્લેકાર્ડ વહન કરતા હતા. પ્લેકાર્ડ્સ પર ટ્રમ્પે અમેરિકાને મહાન બનાવ્યું છે તેથી હું ટ્રમ્પ સાથે છું અને ભારતીય-અમેરિકનોને રિપબ્લિકનનો ટેકો છે તેવી માહિતી હતી. રેલીના આયોજકોમાંના એક રમેશ ચેરીવીરાલાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વ અને સમુદાયને બતાવવા માંગીએ છીએ કે તમામ લઘુમતીઓ બિડેન-હેરિસ અથવા ડેમોક્રેટ્સ સાથે નથી તે ટ્રમ્પ સાથે પણ છે.

Trump's boasts about pre-coronavirus economy aren't relevant, economists say