ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનીધિત્વ ચયન કરવાની બરોબર પહેલા-પહેલા ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામુ આપી પક્ષ પલટો કરવામાં આવતા ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી હતી. આ તમામ આઠ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજવામાં આવી અને આજે પેટાચૂંટણીનું મતદાન પણ પૂર્ણ થઇ ચૂક્યું છે. ગુજરાતની આ આઠ બેઠકો પર સરેસાર 60 ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધવામાં આવે છે. 8 બેઠક પર 81 ઉમેદવારોનાં ભાવી મતપેટીઓમાં સીલ થઇ ચૂક્યા છે અને આગામી 10 તારીખે પેટાચૂંટણીનાં પરિણામો આવશે.
ગુજરાતમાં આમ તો પ્રાદેશીક પક્ષોને એટલો જનમત મળ્યો નથી કે કોઇ પણ ચૂંટણીમાં તેની હાર-જીતમાં ગણતરી કરવી પડે અને માટે જ ગુજરાતમાં કાયમી ધોરણે હાર-જીતની લડાઇમાં બે જ પક્ષ હોય છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ગુજરાતની તમામ ચૂંટણીઓમાં હરીફાઇ જોવામાં આવે છે અને માટે જ આ આઠ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપનાં કયા ઉમેદવારો ઉભા હતા અને સ્પર્ધામાં છે તે નોંધનીય છે.
તો આ છે ગુજરાતનાં 8 બેઠકનાં કોંગ્રેસ-ભાજપનાં ઉમેદાવારો, જેની આગમી 10 તારીખે નક્કી હાર-જીત નક્કી થશે…..
|
બેઠક |
ભાજપના ઉમેદવાર |
કોંગ્રેસના ઉમેદવાર |
|
અબડાસા |
પ્રદ્યુમનસિંહ જાડેજા |
ડો.શાંતિલાલ સંઘાણી |
|
મોરબી |
બ્રિજેશ મેરજા |
જયંતીલાલ પટેલ |
|
ધારી |
જે.વી. કાકડિયા |
સુરેશ કોટડિયા |
|
કરજણ |
અક્ષય પટેલ |
કિરીટસિંહ જાડેજા |
|
ગઢડા |
આત્મરામ પરમા |
મોહનલાલ સોલંકી |
|
કપરાડા |
જિતુ ચૌધરી |
બાબુભાઈ વરઠા |
|
ડાંગ |
વિજય પટેલ |
સૂર્યકાંત ગામિત |
|
લીંબડી |
કિરીટસિંહ રાણા |
ચેતન ખાચર |
