Viral Photo/ વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચી રશ્મિ દેસાઇ, ફોટા થયો વાયરલ

ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રશ્મિ દેસાઇ આજકાલ પોતાની સ્ટાઇલ અને અંદાજથી ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તેણે પોતાના કામથી પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવવા કોઈ કસર છોડી નથી.

Entertainment

ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રશ્મિ દેસાઇ આજકાલ પોતાની સ્ટાઇલ અને અંદાજથી ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તેણે પોતાના કામથી પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવવા કોઈ કસર છોડી નથી. આ દિવસોમાં રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રશ્મિ દેસાઇ આજકાલ વૈષ્ણો દેવીના પ્રવાસે છે. રશ્મિ દેસાઇએ પ્રવાસ દરમિયાન એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CHHT0lwAs6D/?utm_source=ig_web_copy_link

રશ્મિ દેસાઇ આ ફોટામાં સલવાર કમીઝ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોના કેપ્શનમાં રશ્મિએ વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડને ટેગ કર્યા છે. રશ્મિ દેસાઈનો ફોટો થોડા કલાકોમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ફોટામાં ચાહકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ ફોટો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CG6iIkngp5Z/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, રશ્મિ દેસાઇ તેની સ્ટાઇલની હેડલાઇન્સમાં રહે છે. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘નાગિન 4’માં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. રશ્મિ દેસાઈએ નાગિન 4 માં પણ તેના પાત્રથી ઘણાં દિલ જીત્યા હતા.રશ્મિ દેસાઇ અગાઉ બિગ બોસ 13 માં જોવા મળી હતી. બિગ બોસના ઘરે રહીને અભિનેત્રીએ હેડલાઇન્સ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી.

https://www.instagram.com/p/CGodoHlgoh3/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે રશ્મિ દેસાઇએ ટીવી સીરિયલ ‘ઉતરન’ થી તપસ્યા તરીકે તેની જબરદસ્ત ઓળખ બનાવી હતી. આ પછી તે ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી.