Not Set/ બોલીવૂડ/ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું સોંગ ‘મુન્ના બદનામ હુઆ’નું ટીઝર થયું રીલીઝ

બોલિવૂડના એક્ટર સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દબંગ 3 ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધી, આ ફિલ્મના ટ્રેલર ઉપરાંત તમામ ગીતોના ઓડિઓ રિલીઝ થયા પછી ‘યૂ કરકે’ અને ‘હૂડ હૂડ દબંગ’ ના બે ગીતોના વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. હવે બધા જ આ ફિલ્મ ‘મુન્ના બદનામ હુઆ’ ના ત્રીજા ગીતની રાહ જોઈ […]

Entertainment

બોલિવૂડના એક્ટર સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દબંગ 3 ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધી, આ ફિલ્મના ટ્રેલર ઉપરાંત તમામ ગીતોના ઓડિઓ રિલીઝ થયા પછી ‘યૂ કરકે’ અને ‘હૂડ હૂડ દબંગ’ ના બે ગીતોના વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. હવે બધા જ આ ફિલ્મ ‘મુન્ના બદનામ હુઆ’ ના ત્રીજા ગીતની રાહ જોઈ રહ્યા છે. આ અધીરાઈને વધુ વધારવા માટે સલમાન ખાને આ ગીતનું ટીઝર રીલીઝ કર્યું છે.

https://www.instagram.com/p/B5aAr10lZfa/?utm_source=ig_embed

દબંગ 3 ના મુન્ના બદનામ હુઆ ટીઝર ગીત વિશે વાત કરતાં સલમાન ખાન બોલિવૂડ એક્ટ્રેસ વરીના હુસેન સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ ટીઝરને રિલીઝ કરતી વખતે સલમાન ખાને લખ્યું કે, આવી રહ્યું છે  ગીત ‘મુન્ના બદનામ હુઆ’ ખુબ જ જલ્દી.

આ ટીઝરની સાથે સલમાન ખાને કહ્યું છે કે આ ગીત 30 નવેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય સોનાક્ષી સિન્હા અને મહેશ માંજરેકરની પુત્રી સાંઈ ડેબ્યૂ કરવા જઇ રહી છે. પ્રભુ દેવા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. દબંગ 3 20 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.