- રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો
- વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડી વધી
- અમદાવાદમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન
- વડોદરામાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન
- સુરતમાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન
- રાજકોટમાં લઘુત્તમ 17.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન
- સૌથી ઓછું વલસાડમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન
રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ગુલાબી ઠંડીની શરૂઆતમાં થઈ ગઈ છે.રાજ્યમાં હવે ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડી વધી છે.અમદાવાદમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.8 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, જ્યારે રાજકોટમાં લઘુત્તમ 17.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.રાજ્યમાં સૌથી ઓછું વલસાડમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો : 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગના જણાવ્યું મુજબ દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થશે. ગુજરાતમાં પડતી ઠંડી જમ્મૂ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ઠંડા પવન પર આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
આ પણ વાંચો : હળવદના LRD જવાને આત્મહત્યા કરી લેતા મચી ચકચાર
